• Gujarati News
  • પ્રો. ઇન્ચાર્જ સેન્ટ્રલ કમિટિના સભ્ય તરીકે ડો. હસમુખ પટેલની નિયુક્તિ

પ્રો. ઇન્ચાર્જ સેન્ટ્રલ કમિટિના સભ્ય તરીકે ડો. હસમુખ પટેલની નિયુક્તિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
જાયન્ટ્સ ઈન્ટરનેશનલ મુંબઈના વલ્‌ર્ડ‌ ચેરમેન દ્વારા વડોદરાની આયુર્વેદીક કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ડો. હસમુખ પટેલની હેલ્થ પ્રોજેક્ટ ઈન્ચાર્જ સેન્ટ્રલ કમિટીના સભ્ય તરીકે નિયુક્તિ કરાઇ હતી. જે અંતર્ગત કારેલીબાગ વિસ્તારમાં આવેલી સાને સ્કુલમાં હેલ્થની કામગીરીમાં ઉત્ક્ૃષ્ઠ યોગદાન આપવા માટે ડો.હસમુખ પટેલ, દિવ્ય ભાસ્કર, વિઠ્ઠલેશ હોસ્પિટલ વગેરે સંસ્થાઓના વડાઓના સનમાનનો કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરાની મેડિકલ કોલેજના નિવૃત્ત પ્રિન્સીપાલ ડો. હસમુખ પટેલનું ગત સાહે જાયન્ટ્સ ઈન્ટરનેશનલ મુંબઈના વલ્‌ર્ડ‌ ચેરમેન પદ્મશ્રી નાના ચૂડાસમા દ્વારા હેલ્થ પ્રોજેક્ટ ઈન્ચાર્જ તરીકે સેન્ટ્રલ કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી. એવો‌ર્ડ‌ કમિટીના ચેરમેન અશોક હુકેરીએ હેલ્થ ફીલ્ડમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડો. પટેલ સહિ‌ત દિવ્યભાસ્કર, ઈન્દુ બ્લડ બેન્ક, વિઠ્ઠલેશ હોસ્પિટલ વગેરે સંસ્થાઓના વડાનું પણ સન્માન કર્યુ હતું.