• Gujarati News
  • મધુ શ્રીવાસ્તવ અભિનિત ફિલ્મને ૃચ્ ’આખરે ચૂંટણી પંચની લીલી ઝંડી

મધુ શ્રીવાસ્તવ અભિનિત ફિલ્મને ૃચ્/’આખરે ચૂંટણી પંચની લીલી ઝંડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
ભાજપના ધારાસભ્ય અભિનિત ફિલ્મ લોકસભાની ચૂંટણી ટાણે પ્રદર્શિ‌ત થતી રોકવા માટે કલેકટર સમક્ષ ફરિયાદ થઈ હતી. જેના પગલે ચૂંટણી તંત્રના ચાર અધિકારીઓ આજે પ્રથમ શોમાં જ ફિલ્મ જોવા ગયા હતા.
ભાજપના વાઘોડિયાના ઘારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફિલ્મ -ઠાકોરના કોલ જગમાં અણમોલ-માં મુખ્ય અભિનય કર્યો હતો. આ ફિલ્મથી આચારસંહિ‌તાનો ભંગ થાય છે તેવી રજૂઆત સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટે કલેકટર સમક્ષ વાંધો નોંધાવ્યો હતો.
જેને પગલે આચારસંહિ‌તા અંતર્ગત ફિલ્મની ચકાસણી કરવા માટે ચાર અધિકારીઓને પ્રથમ શો જોવા માટે મોકલતા કશું વાંધાજનક જણાયું ન હતું. જેના પગલે પંચે આ ફિલ્મના પ્રસારણને લીલી ઝંડી આપી હતી.