• Gujarati News
  • ડૉ. ઝીંઝુવાડિયાને ~૨૦ લાખ જ્યારે ડૉ. ઉપાધ્યાયને ~૧પ લાખ ભરવા પડશે

ડૉ. ઝીંઝુવાડિયાને ~૨૦ લાખ જ્યારે ડૉ. ઉપાધ્યાયને ~૧પ લાખ ભરવા પડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ, વડોદરા
આઇટીના સર્વેમાં બે તબીબોએ આવક સામે ઓછો એડવાન્સ ટેક્સ ભર્યો હોવાનું જણાતાં ~૩પ લાખનો એડવાન્સ ટેક્સ ભરવા માટે નોટીસ આપી છે. જેમાં ડૉ. સુરેશ ઝીંઝુવાડીયાને ~૨૦ લાખ તથા ડૉ. ભાવીન ઉપાધ્યાયને ~૧પ લાખનો એડવાન્સ ટેક્સ ભરવો પડશે.
શહેરના ત્રણ તબીબો પરના સરવેમાં ઓર્થોપેડીક સર્જન ડૉ. મહેશ પટેલ એડવાન્સ ટેક્સ પેટે ~૭.પ લાખ તાત્કાલિક ભરી દીધી છે. જ્યારે ડૉ. સુરેશ ઝીંઝુવાડીયાને ~૨૦ લાખ અને ડૉ. ભાવીન ઉપાધ્યાયને ~૧પ લાખનો એડવાન્સ ટેક્સ પેટે ૩૧મી માર્ચ પહેલા ભરી દેવાની સૂચના આપી છે.આઇટીના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડૉ. ભાવીન ઉપાધ્યાય રૂ તથા ડૉ. સુરેશ ઝીંઝવાડયાએ એડવાન્સ ટેક્સ પેટે ભરવાની તૈયારી દર્શાવી છે. જો તેઓ ૩૧મી માર્ચ પહેલા ભરી દેશે તો વ્યાજમાંથી બચી જશે. હજું સ્ક્રૂટીની અને તપાસ ચાલ્યા કરશે.