• Gujarati News
  • કવાંટમાં પરંપરાગત રીતે યોજાતા ગેરના મેળા અંગે બેઠક યોજાઇમામલતદાર કચેરીમાં યોજાયેલી બેઠકમાં ચૂ

કવાંટમાં પરંપરાગત રીતે યોજાતા ગેરના મેળા અંગે બેઠક યોજાઇમામલતદાર કચેરીમાં યોજાયેલી બેઠકમાં ચૂંટણીલક્ષી ચર્ચા પણ હાથ ધરાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. કવાંટ
કવાંટ મામલતદાર કચેરીમાં કવાંટમાં તા. ૧૯મી તારીખે ભરાનારા પ્રસિદ્ધ ગેરના મેળા સંદર્ભે અને આવનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે મિટિંગ યોજાઇ હતી. જેમાં મેળામાં આવનાર બહારના પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે અને મેળાના કારણે સર્જા‍તી ટ્રાફિકની સમસ્યા નિવારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
૧૯ માર્ચને બુધવારના રોજ કવાટમાં ગેરનો મેળો ભરાશે. એમાં હજ્જારોની સંખ્યામાં લોકો ઉમટશે. આ મેળાને માણવા માટે અલગ અલગ રાજ્યોમાંથી શહેરોમાંથી લોકો આવે છે. વિદેશી પ્રવાસીઓ પણ આ અદભુત મેળાને માણવા કવાંટ નગરમાં પધારે છે. આ મેળામાં આગંતુકોને તકલીફ ન પડે એ માટે મામલતદાર રબારીએ, સરપંચ, ડે. સરપંચ તલાટી સાથે ચર્ચા કરી હતી. અને નગરમાં વધુમાં વધુ પાણીના સ્ટોલ ઉભા કરવા પર ભાર આપ્યો હતો.
તેમજ મેળાના કારણે સર્જા‍તી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પીએસઆઇ ભરવાડ સાથેની ચર્ચામાં સવારથી જ બહારથી આવતી મોટા વાહનોને ગામ બહાર જ પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. મામલતદાર ઓફિસમાં ભરાયેલી મિટિંગમાં આવનારી ચૂંટણીના સંદર્ભે પણ ચર્ચા ભાજપા કોંગ્રેસના આગેવાનો સાથે કરવામાં આવી હતી. ચૂંટણી પંચના નિયમોથી માહિ‌તગાર કરવામાં આવ્યા હતાં.
જેમાં પચાસ હજારથી વધુ રકમ પક્ષના સાહિ‌ત્ય સાથે આચારસંહિ‌તા દરમિાયન પકડાય તો ગુનો દાખલ થશે. દસ લાખથી વધુ રકમ કોઇ પાસે મળે જો તેની જાણ આવકવેરા વિભાગને કરવામાં આવશે.આ વખતે ઇવીએમ મશીનમાં નાટોનું નવું બટન આવશે. જેથી જે વ્ય્કિ‌તને ઉમેદવારો ગમતા ન હોય તો તે બટન દબાવી પોતાનો મત આપી શકશે. ચૂંટણી દરમિયાન પાંચ સ્કવોડની રચના કરવામાં આવશે. ફલાઇંગ, સ્ટેન્ડિંગ, વીડીઓ ગ્રાફી વગેરે રેકો‌ર્ડ‌ની નિમણૂક કરાશે. ચૂંટણીમાં કામગીરી બજાવનારા સ્ટાફની ટ્રેનિંગ કવાંટ ઇંગ્લિશ હાઇસ્કૂલમાં કરાશે. સ્ટાફની વ્યવસ્થા એકલવ્ય મોડલ સ્કૂલમાં અને ઇવીએમ મશીનનો સ્ટ્રોંગ રૂમ ડોન બોસ્કો સ્કૂલમાં રાખવામાં આવશે.