• Gujarati News
  • જમીન દલાલ નિકુંજ ભટ્ટનાં બેંક ખાતાંની તપાસ શરૂ

જમીન દલાલ નિકુંજ ભટ્ટનાં બેંક ખાતાંની તપાસ શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
વાઘોડિયા રોડના બિલ્ડરને ~૨૧ લાખનો ચૂનો ચોપડનાર જમીન દલાલ નિકુંજ ભટ્ટ સહિ‌ત ૪ જણે વડોદરાના નોટરી પાસેથી બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા હોવાની કબૂલાત કરતાં વાઘોડિયા પોલીસ તેમને લઇને વડોદરામાં તપાસાર્થે આવી હતી. બીજી તરફ પોલીસે નિકુંજ ભટ્ટનાં જુદી-જુદી ૩ બેંકોમાં આવેલાં એકાઉન્ટ્સમાં રૂપિયાની લેવડદેવડની પણ તલસ્પર્શી તપાસ શરૂ કરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વાઘોડિયા રોડના બિલ્ડર નિરવ શાંતિલાલ પંડયાને જેસિંગપુરાની જમીનમાં ભાગીદારી કરાવવાના બહાને જમીન દલાલ નિકુંજ ભટ્ટ, મિનેશ પટેલ, પ્રીતેશ શાહ અને ભરત ભરવાડે ~૨૧ લાખ પડાવી લઇ છેતરપિંડી કરી હતી. નિકુંજ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરનાર બિલ્ડરને તેણે ધાકધમકી આપતાં તેમણે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા એલસીબીની ટીમે નિકુંજ સહિ‌ત ચારે જણની ધરપકડ કરી કો‌ર્ટમાંથી ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પ્રાથમિક પૂછતાછમાં નિકુંજે બ્રિજેશ ચૌહાણની સાથે સંપર્કમાં હોવાની કેફિયત કર્યા બાદ તેણે બોગસ દસ્તાવેજો વડોદરાના નોટરી પાસેથી બનાવ્યા હોવાનું જણાવતાં વાઘોડિયા પોલીસ શુક્રવારે નોટરીની તપાસાર્થે નિકુંજ આણિ મંડળીને લઇ વડોદરા આવી હતી.
બીજી બાજુ પોલીસે નિકુંજ ભટ્ટના બેંક
એકાઉન્ટ્સની પણ તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રો અનુસાર નિકુંજ ભટ્ટનાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઇન્ડિયા સહિ‌ત ત્રણ બેંકમાં ખાતાં આવેલાં હોઈ તેનાં સ્ટેટમેન્ટ્સની મેળવવાની તજવીજ શરૂ કરી છે.