• Gujarati News
  • સરકારી કર્મીઓના મત મુદ્દે ચૂંટણી પંચને રજૂઆતૃચ્ ’વડોદરા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમ

સરકારી કર્મીઓના મત મુદ્દે ચૂંટણી પંચને રજૂઆતૃચ્/’વડોદરા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ ગોપાલ પંડયા અને ઉપપ્રમુખ રાજેશ પટેલે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં અંદાજે ૮ લાખથી વધુ કર્મચારીઓ રાજ્ય સરકારની સેવા હેઠળ ફરજ બજાવે છે. ચૂંટણી પંચ દ્વારા દેશનો દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી જાહેરાતો કરાય છે,સાથેસાથે દરેક નાગરિક મત આપે તેવા પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા ગુજરાત રાજ્યના ૮૦%„ થી પણ વધુ કર્મચારીઓ મત આપવાની જટિલ પ્રક્રિયાને લીધે મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી. જેથી કર્મચારીઓ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા મહામંડળે ચૂંટણી પંચને રજૂઆત કરી છે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા

લોકસભાની આગામી ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેની સરળ પ્રક્રિયાની વ્યવસ્થા ઊભી કરવાની રજૂઆત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના ચૂંટણી પંચને કરાઇ છે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ ગોપાલ પંડયા અને ઉપપ્રમુખ રાજેશ પટેલે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં અંદાજે ૮ લાખથી વધુ કર્મચારીઓ રાજ્ય સરકારની સેવા હેઠળ ફરજ બજાવે છે. ચૂંટણી પંચ દ્વારા દેશનો દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી જાહેરાતો કરાય છે,સાથેસાથે દરેક નાગરિક મત આપે તેવા પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા ગુજરાત રાજ્યના ૮૦ ટકાથી પણ વધુ કર્મચારીઓ મત આપવાની જટિલ પ્રક્રિયાને લીધે મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી. જેથી કર્મચારીઓ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા મહામંડળે ચૂંટણી પંચને રજૂઆત કરી છે.