• Gujarati News
  • ૭૦૦એ કિડ્ની અવેરનેસ ફેલાવી

૭૦૦એ કિડ્ની અવેરનેસ ફેલાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આજે શહેરમાં કિડ્ની ડોનેશન અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી આંબેડકર સર્કલથી કલેકટર નિવાસ સુધી યોજવામાં આવી હતી. રેલીમાં કિડની ડોનેશનને લગતા સૂત્રોચ્ચાર, બેનર સાથે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સહિ‌ત ૭૦૦ વધુ લોકોએ ભાગ લીધો હતો.
આ રેલી વિશે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયેશ દલાલે જણાવ્યું કે, જો આ ક્ષેત્રે જાગૃતિ આવે તો અનેક લોકોને નવું જીવન આપી શકાય તેમ હોય છે. આ ક્ષેત્રે જાગૃતિ ફેલાય તે હેતુથી જ આ રેલીનું પહેલીવાર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ રેલીમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, દિલ્હીથી વિશેષ બો‌ર્ડ‌ ઓફ એપોઈન્ટી અરુણા ઓસ્વાલ ઉપસ્થિત રહ્યાં હતા. આ રેલીમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, એફજીઆઈ, બરોડા મેરેથોનના પદાધિકારીઓ, એફજીઆઈના પૂર્વ પ્રેસિડેન્ટ ગીતા બહેન ગોરડિયા , વીસીસીઆઈના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ નિલેશ શુક્લ અને ક્રેડાઈ વિપુલ ઠક્કર, નવરચના એજ્યુકેશનલ સોસાયટીના ચેરમેન તેજલ અમીન, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દિલ્હીના નરેશ અગ્રવાલ લાયન્સ ક્લબ મલ્ટીપલ કાઉન્સિલ ચેરમેન જયંતી પટેલ અને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશ પ્રજાપતિ, કિરણબહેન જૈન અને લાયોનેસ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ અર્ચના તિવારી અને એમજીવીસીએલના ઓફિસ‌ર્સ અને અશ્વિન ગાંધી સહિ‌ત અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. આમ, શહેરના અનેક લોકોએ આ રેલીમાં જોડાઈને બરોડિયન્સમાં અવેરનેસ ફેલવવાનો પ્રયત્ન કર્યો.