• Gujarati News
  • સોમાતળાવ પાસે ૭ સોસાયટીનાં ૃચ્ ’રહીશો ઊભરાતી ડ્રેનેજથી પરેશાન

સોમાતળાવ પાસે ૭ સોસાયટીનાં ૃચ્/’રહીશો ઊભરાતી ડ્રેનેજથી પરેશાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
શહેરના ડભોઇ રોડ-સોમા તળાવ પાસે આવેલી ગિરિરાજ રેસિડેન્સી સામે મેઇન રોડ ઉપર છેલ્લા છ મહિ‌નાથી ઊભરાઇ રહેલી ડ્રેનેજને કારણે આસપાસની સાત સોસાયટીનાં અંદાજે ૨પ૦૦ રહીશોને દુગ્ર્‍ાંધ, મચ્છરોના ત્રાસ અને પીવાનું પાણી દૂષિત થવા સહિ‌તની અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વો‌ર્ડ‌ કચેરીમાં ત્રણ-ત્રણ વખત લેખિત રજૂઆત છતાં આ દિશામાં કોઇ પગલાં ન લેવાતાં સ્થાનિક રહીશોમાં સેવાસદન તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ ભભૂકી ઊઠયો છે.
સોમાતળાવ પાસે વૈષ્ણવપાર્કની પાછળ ગિરિરાજ રિેસડન્સી આવેલી છે. જેની સામે મેઇન રોડ ઉપર ડ્રેનેજની લાઇન ગત ઓક્ટોબર મહિ‌નાથી લીક થઇ તેમાંથી દુગ્ર્‍ાંધ મારતું ગંદું પાણી મેઇન રોડ ઉપર ફેલાઇ રહ્યું હોઇ મેઇન રોડ ઉપર ડ્રેનેજનાં પાણીનો ભરાવો થયો છે. એટલું જ નહીં, છ-છ મહિ‌નાથી ઊભરાતી ડ્રેનેજના ગંદા પાણીનો નિકાલ ન થતાં હવે આ દુગ્ર્‍ાંધ મારતા પાણીનો કોમન પ્લોટમાં ભરાવો થઇ રહ્યો છે.
ગિરિરાજ રેસિડેન્સીનાં રહીશો દ્વારા વો‌ર્ડ‌ નં.૩ ની કચેરીમાં તા.૮ ઓક્ટોબર-૨૦૧૩, તા.૧૭ જાન્યુ.૨૦૧૪ અને છેલ્લે તા.૨ માર્ચના રોજ લેખિતમાં ફરિયાદ કરાઇ હતી. તેમ છતાં સેવાસદન તંત્ર દ્વારા ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ કરાતું નથી. પરિણામે મેઇન રોડ પર ભરાઇ રહેતા ગંદા પાણીને કારણે ગિરિરાજ રેસિડેન્સી, વૈષ્ણવપાર્ક, વૈષ્ણવલીલા, શિલ્પગ્રામ, રુદ્રાક્ષ, ઓમ રેસિડેન્સી અને પામ રેસિડેન્સીમાં વસવાટ કરતાં અંદાજે ૨પ૦૦ નાગરિકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ઊભરાતી ડ્રેનેજની નીચે જ પીવાના પાણીની મેઇન લાઇન પસાર થતી હોવાથી પીવાનું પાણી દૂષિત થતું હોવાની ફરિયાદ પણ સ્થાનિક રહીશો દ્વારા કરાઇ છે. સ્થાનિક રહેવાસી પ્રીતમ મોરેએ જણાવ્યું હતું કે, છ મહિ‌નાથી ડ્રેનેજની સમસ્યાથી લોકો પરેશાન છે. તેમ છતાં સેવાસદન તંત્ર દ્વારા આ સમસ્યાના ઉકેલ તરફ નિષ્કાળજી દાખવાઇ રહી છે.