• Gujarati News
  • ગલ્‌ર્સ ક્રિકેટ કેમ્પ્સ માટે ૨૦મીથી રજિસ્ટ્રેશન

ગલ્‌ર્સ ક્રિકેટ કેમ્પ્સ માટે ૨૦મીથી રજિસ્ટ્રેશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
બીસીએની વિમેન ક્રિકેટ વિંગ દ્વારા ફક્ત ગર્લ ક્રિકેટ પ્લેય‌ર્સ માટે ક્રિકેટ કેમ્પનું આયોજન મે-૨૦૧૪થી કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત આ કેમ્પ્સમાં ભાગ લેવા માટેનું રજિસ્ટ્રેશન ૨૦મી માર્ચથી શરૂ થશે. આ ક્રિકેટ કેમ્પ્સમાં ક્રિકેટની સઘન તાલીમ આપવામાં આવશે.
આ વિશે બીસીએ વિમેન ક્રિકેટ વિંગના સભ્ય સંધ્યા ગજ્જરે જણાવ્યું કે, ૭ વર્ષ કે તેથી વધુ વયની છોકરીઓ માટે આ ક્રિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના જુદા જુદા મેદાનો પર અમે આ કેમ્પ્સ યોજીશું. જેથી વડોદરાના તમામ વિસ્તારની ગલ્‌ર્સ પ્લેય‌ર્સને ક્રિકેટની ટ્રેનિંગ આપી શકાય. જોકે આ માટે ગર્લ ક્રિકેટરે આગોતરું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. આ માટેનું રજિસ્ટ્રેશન ૨૦ માર્ચથી ૧૦ એપ્રિલ સુધી એલેમ્બિક એફબી ગ્રાઉન્ડ ખાતે મંગળવાર, ગુરુવાર અને શનિવારે સાંજે પથી ૬ વાગ્યા દરમિયાન કરાવવાનું રહેશે. જે સ્કૂલો પણ આ કેમ્પમાં જોડાવા માગતી હોય તેમના પ્રિન્સિપાલ કે સ્પો‌ર્ટ્સ ટીચર પણ સંપર્ક કરી શકે છે.’ આમ, શહેરમાં હવે ગલ્‌ર્સ ક્રિકેટ કેમ્પસ પણ ધમધમશે.