• Gujarati News
  • એકસાથે પાંચ જગ્યા પર ૩૦ અધિકારીની ટુકડી ત્રાટકી

એકસાથે પાંચ જગ્યા પર ૩૦ અધિકારીની ટુકડી ત્રાટકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
ઇન્કમટેક્સ વિભાગે શહેરના ત્રણ નામાંકિત તબીબો, ટ્રાવેલ્સ કંપની અને કેટરિગના વ્યવસાય કરતા સંચાલકને ત્યાં રેંજ-પના અધિકારીઓએ સર્વેની કામગીરી હાથ ધરી છે.
વડોદરા ઇન્કમટેક્સ વિભાગની રેંજ-પના ઉચ્ચ અધિકારીના માર્ગદર્શનમાં કચેરીના ૩૦ જેટલા ઓફિસરોની ટુકડીઓએ શહેરના કારેલીબાગના જાણીતા ઓર્થોપિેડક સર્જન ડૉ. મહેશ પટેલ, રાવપુરા-જીપીઓ રોડ પર આવેલા જાણીતા ન્યૂરો ફિઝિશિયન તબીબ ડૉ. ભાવીન ઉપાધ્યાય તેમજ અકોટાના ગેસ્ટોનેટ્રોલોજિસ્ટ તબીબ ડૉ. સુરેશ ઝીંઝુવાડિયાને ત્યાં બપોરે સર્વેની કામગીરી હાથ ધરીને દવાખાનાં-હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીઓની સંખ્યા, તેમની પાસેથી લેવાતી ફી, ઓપરેશનના ચાર્જીસ, અન્ય સુવિધા અપાતી હોય તો તેના રેક‌ર્ડ‌ સહિ‌તના હિ‌સાબી ચોપડા, ઇન્ફ્રાસ્ટ્રકચર, મિેડકલ સાધનોની ખરીદીનાં બિલો, આવક સામે જાવક તેમજ રોકાણોની સઘન ચકાસણી હાથ ધરી હતી. આ ઉપરાંત જ્યિુબલી બાગ પાસે ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા જે.જી ટ્રાવેલ્સ તથા ઓલ્ડ પાદરા રોડ ખાતે કેટરિંગનો વ્યવસાય ધરાવતા જય કેટર‌ર્સને ત્યાં સર્વે હાથ ધર્યો હતો.
રેંજ-પના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, તબીબો તેમની આવક સામે ઓછો એડવાન્સ ટેક્સ ભર્યો છે તેવી માહિ‌તી અમને મળતાં જ અમે સર્વેની કામગીરી હાથ ધરી છે. અ ેજ રીતે ટ્રાવેલ્સ પણ અવનવી ટ્રિપ મૂકીને કરતાં લાખોની કમાણી તેમજ કેટર‌ર્સ દ્વારા મોંઘી ડીશ-ફરાસખાનાની સુવિદ્યા આપીને થતી લાખોની આવક હિ‌સાબોમાં ઓછી બતાવી છે. તપાસમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજો-રોકાણને લગતાં કાગળીયા મળ્યા છે. અમને લાખો-કરોડો રૂપિયાનું કાળું નાણું ઝડપાય તેની સંભાવના છે.