• Gujarati News
  • ((વિમેન્સ વોઈસ))સંપતપાલ ચેન્જ લાવી શકે, તો સિટી વિમેન્સ પણ ચેન્જ લાવી શકે છે

((વિમેન્સ વોઈસ))સંપતપાલ ચેન્જ લાવી શકે, તો સિટી વિમેન્સ પણ ચેન્જ લાવી શકે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
પોઝિટીવ થિંકીંગ રાખશો તો જીવનમાં દરેક સફળતા તમારા દ્વારે હશે. પડકારો તો જીવનમાં આવ્યા જ કરશો, પણ નારી તરીકે તેને ઝીલો અને તેને સિદ્ધ કરવા માટે કટિબદ્ધ રહો. આ પુરુષપ્રધાન સમાજમાં લડીને નહિ‌, પણ પ્રેમ અને સહકારથી લોકોનું દિલ જીતીને આગળ વધો. આવા કેટલાક મેસેજ ઝણકાર સાર્વજનિક, મહિ‌લા અને બાળ પુસ્તકાલય દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વક્તાઓએ આપ્યા હતા.
ઝણકાર સાર્વજનિક, મહિ‌લા અને બાળ પુસ્તકાલય દ્વારા મહિ‌લા દિનના સેલિબ્રેશન અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જેમાં લેઝર સર્જરી એક્સપ‌ર્ટ ડો.રૂપલ શાહ, જાણીતા નૃત્યાંગના તાની દેસાઈ અને કાયદાકીય નિષ્ણાત રાગિણી શાહના વકતવ્યો યોજાયા હતા. જેમાં તેમણે પોતાની જિંદગીની કારકિર્દીની સફળતા, તેમાં આવેલા અવરોધો અને મળેલી સુવિધાઓ વિશે વાત માંડી હતી.
રાગિની શાહે પોતાની વાતમાં કહ્યું હતું કે, હું મારા લક્ષ્ય વિશે કટિબદ્ધ હતી. આજે હું મારા લક્ષ્યના અડધા રસ્તે ઉભી છું. સપના જોયા પછી તેને આકાર આપવો એ મારા માટે ગર્વની વાત છે.’ જ્યારે તાની દેસાઈએ કહ્યું હતું કે, આજે હું કાર્યક્રમમાં જોઈ શકું છું, કે દરેક એજની મહિ‌લાઓ અહીં આવી છે. ક્યારેય પણ માતાએ પોતાની દીકરીને આપેલા સંસ્કારો એળે જતા નથી. સંસ્કારોનું સિંચન હશે તો તેનો વ્યાપ થશે જ, અને જ્યાં રહેશે ત્યાં ભારતીય સંસ્કૃતિને દિપાવશે.’ આ ઉપરાંત તેમણે હાલમાં જ આવેલી ગુલાબીગેંગ વિશે કહ્યું હતું કે, સંપતપાલ જેવી ગામડામાં રહેતી મહિ‌લા જો ચેન્જ લાવી શકે તો આપણે તો શહેરમાં રહેતી એજ્યુકેટેડ મહિ‌લાઓ છે, જો આપણે ધારીએ તો આપણે પણ ચેન્જ લાવી શકીએ છીએ.’
જ્યારે, ડો.રૂપલ શાહે મહિ‌લાઓને સમાજમાં ઊંચા આવવા માટે તેમજ પોતાનુ સ્થાન પ્રા કરવા માટે શું કરવુ જોઈએ તે વિશેના મેસેજ આપ્યા હતા. કાર્યક્રમમાં તમામ એજગ્રૂપની મહિ‌લાઓએ ભાગ લીધો હતો.