• Gujarati News
  • વધુ ૨પ હોિ‌ર્ડ‌ગ્સ બેનરો દુર કરાયા

વધુ ૨પ હોિ‌ર્ડ‌ગ્સ-બેનરો દુર કરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોડલ અધિકારીનો સપાટો હજુ પણ ચાલુ((હેડીંગ))

ભાસ્કર ન્યૂઝ.વડોદરા

લોકસભાની ચૂંટણીની આચારસંહિ‌તાના અમલ માટે નિમાયેલ નોડલ અધિકારીએ હોડિંર્‍ગ્સ-બેનરો દૂર કરવાનો સપાટો યથાવત્ રાખી શહેરના વિવિધ વિસ્તારમાંથી વધુ ૨પ હોિ‌ર્ડ‌ગ્સ-બેન‌ર્સ દૂર કર્યાં હતાં.

લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિ‌તાના અમલ માટે વડોદરા બેઠકના શહેરી વિસ્તારમાં મુખ્ય નોડલ અધિકારી તરીકે સેવાસદનના ડેપ્યુટી મ્યુ.કમિશનર કે એસ મેણાતને જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય, શહેરના પાંચેય વિધાનસભા મતવિસ્તાર માટે પણ નોડલ અધિકારી અને મદદનીશ નોડલ અધિકારી તરીકે ઇજનેર-આસિ.મ્યુ.કમિશનરને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

જે અંતર્ગત, દીવાલો ઉપરનીં રાજકિય લખાણો ઉપર કૂચડો ફેરવી દેવામાં આવ્યો છે તો ઉદ્ઘાટનની તકતીઓ ઉપર કાળો કલર મારી દેવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષોના ઉમેદવારોના ફોટા અને લખાણવાળાં હોડિંર્‍ગ અને બેનરો ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જેમાં બુધવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી વધુ ૨પ હોડિંર્‍ગ્સ-બેનરો દૂર કરીને સેન્ટ્રલ સ્ટોરમાં જમા કરાવવામાં આવ્યાં હતાં.