• Gujarati News
  • શાળાએથી સાઇકલ લઇને જતી કિશોરી કચડાતાં ટોળું વિફર્યુ

શાળાએથી સાઇકલ લઇને જતી કિશોરી કચડાતાં ટોળું વિફર્યુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
વડસર બ્રિજ પાસે ટ્રકની અડફટે ધો. ૯ની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ચાલકને માર મારી ટ્રકને પણ સળગાવી દીધી હતી.
પોર જીઆઇડીસીની એક ખાનગી કંપનીમાં મિકેનિક માંજલપુર વિસ્તારના અલવાનાકામાં પારસનગરમાં રહેતા વિનોદભાઈ ગિરીનેની મોટી દીકરી અંજલિ ગિરી જે વડસર સ્થિત સાંઈબાબા હિ‌ન્દી વિદ્યાલયમાંથી છૂટયા બાદ સાઇકલ લઈને પરત પોતાના ઘરે આવી રહી હતી. ત્યારે વડસર બ્રિજ પાસે ખાતર ભરીને વાઘોડિયા તરફ એક પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકના ચાલક વિજય ઉર્ફે રાજુ મન બહાદુર થાપાએ તેને ટક્કર મારી હતી. વિદ્યાર્થિ‌ની દૂર સુધી ફંગોળાઈ હતી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુંર્‍ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભેગા થયેલા ટોળાએ ટ્રક ચાલકને ટ્રકમાંથી બહાર ખેંચી કાઢીને માર માર્યો હતો અને ટ્રકને પણ આગ ચાંપી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. મુનાફખાન પઠાણના જણાવ્યાનુસાર આ મામલે રાજુ થાપા વિરુદ્ધ અકસ્માતે મોતનો જ્યારે કૃણાલ જોશી સહિ‌ત અન્ય પ૦ ઈસમો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.