• Gujarati News
  • તમામ પ્રાથમિક શાળાઓમાં ૯ એપ્રિલથી પરીક્ષા

તમામ પ્રાથમિક શાળાઓમાં ૯ એપ્રિલથી પરીક્ષા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં તા.૯ એપ્રિલથી વાર્ષિ‌ક પરીક્ષાનો પ્રારંભ થશે.
પરીક્ષાનો સમય ૪૦ ગુણ માટે સવારે ૮ થી ૧૦ અને ૮૦ ગુણ માટે સવારે ૮ થી ૧૧ નો રાખવામાં આવ્યો છે. તા.૯ મીએ ગુજરાતી, તા.૧૦મીએ ગણિત, તા.૧૧મીએ પર્યાવરણ-સમાજ વિજ્ઞાન, તા.૧૨મીએ વિજ્ઞાન ટેકનોલોજી, તા.૧પમીએ હિ‌ન્દી, તા.૧૬મીએ અંગ્રેજી અને તા.૧૭મીએ શારીરિક શિક્ષણ અને સંસ્કૃતની પરીક્ષા લેવાશે.પરીક્ષાનું પરિણામ તા.૩ મે ના રોજ જાહેર કરાશે. જ્યારે તા.પ મે થી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે.