• Gujarati News
  • પુત્રવધૂને હેરાન કરતા શખ્સને ઠપકો આપતા સસરા પર હુમલો

પુત્રવધૂને હેરાન કરતા શખ્સને ઠપકો આપતા સસરા પર હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
દિવાળીપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધની પુત્રવધૂને ગદાપુરા વિસ્તારનો શખ્સ હેરાનગતિ કરતો હોઈ તેને ઠપકો આપતાં વિવાદ સર્જા‍યો હતો. શખ્સે મહિ‌લાના સસરા પર પથ્થર વડે હુમલો કરતાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
બનાવની વિગતો અનુસાર દિવાળીપુરા વિસ્તારના વૃદ્ધ તેમના પુત્ર સાથે રહે છે. તેમનો પુત્ર અગાઉ ગદાપુરા રોડ લાયન્સ હોલ પાસેની પિેરસનગર સોસાયટીમાં રહેતા રતિલાલ ગોવિંદભાઇ સોલંકીના મકાનમાં ભાડે રહેતો હતો. રવિવારે સાંજે સાડા છ વાગ્યાના સુમારે તેઓ તેમની પુત્રવધૂ સાથે રિક્ષામાં છાણી જતા હતા ત્યારે રતિલાલ રિક્ષાની પાછળ આવીને તેમની પુત્રવધૂને ઇશારા કરતો હતો. તેમણે આમ નહિ‌ કરવાનું કહીને જતા રહેવા જણાવતાં તે જતો રહ્યો હતો. ત્યારબાદ સોમવારે રતિલાલ બાઇક લઇને આવતાં સસરાએ તેમની પુત્રવધૂને કેમ હેરાન કરે છે, તેની જિંદગી કેમ બગાડે છે તેમ કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો. તેણે રસ્તામાં પડેલો પથ્થર વૃદ્ધના માથામાં મારી દેતાં તમેને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તે રતિલાલ સોલંકી સામે ફરિયાદ નોંધાવતાં ગોત્રી પોલીસે ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.