• Gujarati News
  • મહત્તમ તાપમાન ૩૩.પ થયું

મહત્તમ તાપમાન ૩૩.પ થયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
શહેરમાં માર્ચના બીજા સાહથી શરૂ થયેલી ગરમીની અસર આજે પણ યથાવત્ રહી હતી. પરિણામે મહત્તમ તાપમાન ૩૩.પ ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન આવતીકાલે બુધવારે પણ શહેરનું તાપમાન ૩૩ થી ૩૪ ડિગ્રીની આસપાસ રહે તેમ હોવાથી ગરમી વર્તાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
સોમવારે ગરમીનો પારો ૩૪.૮ ડિગ્રીએ પહોંચ્યો હતો. પરંતુ મંગળવારે શહેરમાં પ્રતિકલાકના ૯ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે ગરમીનું પ્રમાણ ઘટીે ૩૩.પ ડિગ્રી નોંધાયું હતું. આમ, સોમવારની સરખામણીમાં આજે ગરમીનું પ્રમાણ અંશત : ઘટયું હતું. જોકે, આજે દિવસભર હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૧ ટકા અને સાંજે ૩૪ ટકા રહેતાં વર્તાયેલા ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ થયાં હતાં.
એક તરફ ગરમી ઘટવા છતાં શહેરમાં વર્તાયેલા ભેજમય વાતાવરણને કારણે શહેરજનોની હાલત કફોડી બની હતી. જેને પગલે લોકોએ પંખા, કુલર અને એ.સી.નો આશરો લીધો હતો.