• Gujarati News
  • ભાડા કરાર કરવા માટે મહિ‌લા ભાડવાતે ખોટું પાનકા‌ર્ડ‌ બનાવ્યું

ભાડા કરાર કરવા માટે મહિ‌લા ભાડવાતે ખોટું પાનકા‌ર્ડ‌ બનાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
હરણી રોડ પર આવેલી રાજેશ્વર રેસિડેન્સીમાં ઘર ભાડે રાખનાર મહિ‌લાએ ભાડા કરારમાં ખોટું પાનકા‌ર્ડ‌ રજૂ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ મહિ‌લાની ફતેગંજ વિસ્તારમાં થયેલી દાગીનાની ચોરીમાં પણ સંડોવણી બહાર આવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ કરી છે.
કારેલીબાગના વીરનગરમાં રહેતા સુરેશચંદ્ર શેઠનું બીજું મકાન હરણી રોડ પર રાજેશ્વર રેસિડેન્સીમાં આવેલું છે. આ મકાન શારદા કે પરમાર ઉર્ફે રાજવીન્દર નામસીંગ વાળાને ભાડે આપ્યું હતું. પોલીસના જાહેરનામા મુજબ ભાડવાત અંગેની જાણ કરવા માટે ભાડા કરાર ફોર્મ ભરાવ્યું હતું. જેમાં મહિ‌લાએ રાજવીન્દરના નામવાળું પાનકા‌ર્ડ‌ રજૂ કર્યું હતું. મહિ‌લાએ છેલ્લા ચાર માસથી ભાડું ન આપતાં ઘરમાલિકે તપાસ કરી તો રાજવીન્દર નામવાળું પાનકા‌ર્ડ‌ બોગસ હોવાનું જાણમાં આવ્યું હતું. જેથી મહિ‌લાએ મકાન પચાવી પાડવાના આશયથી ખોટા ડોકયુમેન્ટ રજૂ કરીને ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.નવાયા‌ર્ડ‌માં રહેતી મહિ‌લાના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરીમાં રાજવીન્દરની પણ સંડોવણી હોવાની ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે તેની આ કેસમાં ધરપકડ પણ કરી હતી.