• Gujarati News
  • મહિ‌લા દિન નિમિત્તે વિવિધ પ્રશ્નો હલ કરવા મામલતદારને આવેદન

મહિ‌લા દિન નિમિત્તે વિવિધ પ્રશ્નો હલ કરવા મામલતદારને આવેદન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નસવાડી
નસવાડી તાલુકામાં તા.૮મી માર્ચના રોજ વિશ્વ આંતર રાષ્ટ્રીય મહિ‌લા દિન નિમિત્તે વિવિધ પ્રશ્નો હલ કરવા બાબતનું આવેદન પત્ર નસવાડી મામલતદારને તા.૧૦મીના રોજ આપવામાં આવ્યું હતું. ઘોડીસિમેલ ગામે ચર્ચા કરી સ્થાનિક પ્રશ્ન હલ કરવાની માગ કરવામાં આવી છે.
જેમાં નસવાડી તાલુકામાં સાકળથી આમતા ગામ સુધી આશરે ચાર કિલોમીટર સુધીનો રોડ પાકો બનાવવામાં આવે તો નસવાડી તાલુકાના અંતરિયાળ ગામો જેવા કે ખોખરા, ડબ્બા, આમતા, પીપલવાણી, ખેંદા, સાકળીબારી, નગીયાબારી, કુટયા, છોટીઉમર, કડદા વિવિધ ગામોને નસવાડી તેમજ તણખલા મુખ્ય મથકે આવવા જવાની સરળતા રહે . પોથલીપુરા નિશાળ ફળિયાથી રેકરા ફળિયામાં નદી ઓળંગીને જવા માટે વરસાદમાં પાંચ કિલોમીટર કલેડીયા ચોકડીથી ફરીને આવવું પડે છે. જેથી નદીપર પુલ અથવા નાળુ બનાવવામાં આવે તો બન્ને ફળિયા વચ્ચેનો વ્યવહાર તેમજ ખેતીવાડીનું કામકાજ સરળતાથી થાય તેમ હોઇ પુલ બનાવવો જરૂરી છે.
રેશનીંગ કા‌ર્ડ‌માં ભૂલોના છબરડા હોઇ કા‌ર્ડ‌ધારકોને ભૂલ સુધારવા માટે સમય તેમજ પૈસાનો વ્યય થતો હોય જે તે પંચાયત પર રેશનિંગ કા‌ર્ડ‌ધારકોની ભૂલો સુધારવામાં આવે તો સમય તેમજ પૈસા બચી શકે એમ હોય પંચાયત પર રેશનિંગ કા‌ર્ડ‌ની ભૂલો સુધારવામાં આવે, નસવાડી તાલુકાના ઘોડિસીમેલ, ધામસીયા, પોથલીપુરા, જીતપુરા વિવિધ ગામોમાં નર્મદા ડેમની મુખ્ય કેનાલમાંથી માઇનોર કેનાલ આવેલ છે. આ માઇનોર કેનાલ જર્જરિત હોય કેનાલની આજુબાજુના ખેતરોમાં પાણી ઝરીને આવતા ખેડૂતો વરસાદી તેમજ શિયાળુ ખેતીમાં વધુ ભેજ હોવાથી ખેતી નિષ્ફળ જાય છે. જેથી કેનાલને રિપેર કરી જેમાં પાણી રેગ્યુલર છોડવામાં આવે તો ખેડૂતો તેનો લાભ લઇ શકે તેમ છે. તાલુકાના ઘણા ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે. ખાસ કરીને ડુંગર વિસ્તારના ડનવા ગામના લોકોને પીવાના પાણી માટે બે કિલોમીટર દૂરપીપલવાણી ગામની સીમમાં પાણી લેવા માટે જવું પડે છે. જેથી પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી છે. વિવિધ પ્રશ્નોમાં વીજળીની સમસ્યા સહિ‌ત વિવિધ માગણીનું આવેદનપત્ર આપી જણાવાયું છે કે દિન ૩૦માં હલ નહી થાય તો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવી આંદોલન કરાશે.