• Gujarati News
  • વાઘોડિયા માર્કેટ યા‌ર્ડ‌માં ચૂંટણી મુલતવી રખાઇૃચ્ ’વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાની ખેતીવ

વાઘોડિયા માર્કેટ યા‌ર્ડ‌માં ચૂંટણી મુલતવી રખાઇૃચ્/’વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ૧૧ માર્ચનો દિવસ નક્કી થયો હતો. આ માટેનો એજન્ડા તા.૧ માર્ચે પ્રસિદ્ધ કરાયો હતો. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ ચૂંટણી આચારસંહિ‌તાનો અમલ શરૂ કરી દેવાયો હતો. તેને પરિણામે આજે રાખવામાં આવેલી વાઘોડિયા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવાની ચૂંટણી અધિકારી દ્વારા જાહેરાત કરાઇ હતી. ચૂંટણી પંચનું માર્ગદર્શન મેળવ્યા બાદ ચૂંટણીની નવી તારીખ જાહેર કરાશે તેમ જાણવા મળ્યું છે.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા

વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે તા.૧૧ માર્ચનો દિવસ નક્કી થયો હતો. આ માટેનો એજન્ડા તા.૧ માર્ચે પ્રસિદ્ધ કરાયો હતો. પરંતુ આ દરમિયાન લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ ચૂંટણી આચારસંહિ‌તાનો અમલ શરૂ કરી દેવાયો હતો. ચૂંટણી આચારસંહિ‌તા અમલી હોઇ તેને પરિણામે આજે રાખવામાં આવેલી વાઘોડિયા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવાની ચૂંટણી અધિકારી દ્વારા જાહેરાત કરાઇ હતી. ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચનું માર્ગદર્શન મેળવ્યા બાદ ચૂંટણીની નવી તારીખ જાહેર કરાશે તેમ જાણવા મળ્યું છે.