• Gujarati News
  • એક્સાઇઝને દૂર કરવા ઝ રોડ પર સોનીઓના દેખાવો

એક્સાઇઝને દૂર કરવા ઝ રોડ પર સોનીઓના દેખાવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
ઓલ ઇન્ડિયા ચોકસી એસોસિયેશન દ્વારા સોમવારે આપવામાં આવેલા દેશવ્યાપી બંધના એલાન અંતર્ગત વડોદરા ચોકસી એસોસિયેશન સાથે સંકળાયેલા વેપારીઓએ બંધમાં જોડાઇને તેમના પડતર પ્રશ્નો ઉકેલવાની માગણી કરી હતી.
ઓલ ઇન્ડિયા ચોકસી એસોસિયેશને કેન્દ્ર સરકાર સમક્ષ તેમની પડતર માગણીઓ અંગે સોમવારે બંધનું એલાન આપ્યું હતું. આ બંધના એલાનમાં વડોદરા ચોકસી એસોસિયેશન સાથે સંકળાયેલા વેપારીઓએ આજે તેમના ધંધા સ્થળો બંધ રાખી બંધને સફળ બનાવ્યો હતો. એસોસિયેશન દ્વારા કેન્દ્ર સરકારને સોના પરની કસ્ટમ ડયૂટી દૂર કરવા, સોનાની આયાત વધારવા, કે.વાય.સી. નિયમને દૂર કરવા, ટી.સી.એસ. નિયમનો કાયદો રદ કરવા, કારીગરોને રોજગાર વ્યવસ્થાની તકો પૂરી પાડવા તેમજ બેંક દ્વારા ઇ.સી.જી.સી. પર છૂટ આપવાની માગણીનો તાકીદે ઉકેલ લાવવાની માગણી કરી હતી.