• Gujarati News
  • બેકારીથી ત્રસ્ત મકરપુરાના યુવકનો આપઘાત

બેકારીથી ત્રસ્ત મકરપુરાના યુવકનો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
મકરપુરામાં જશોદા કોલોની પાસે આવેલા શ્રીજીનગરમાં રહેતો ૨૮ વર્ષીય કૌશિક વિનુભાઈ પરમાર ઘણા સમયથી બેકાર હતો. તેના પિતા પોર જીઆઈડીસીમાં કારખાનામાં નોકરી કરે છે. સોમવારે બપોરે તેણે પોતાના ઘરે એકલતા મળતાં જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવાની અસર થતાં તુરંત તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. તેના મૃત્યુની જાણ થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી
વળ્યું હતું.