• Gujarati News
  • મહિ‌લાની ચેઇનની લૂંટ

મહિ‌લાની ચેઇનની લૂંટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. પાણીગેટ અજબડી મિલ ધોબી તળાવ પાસે રહેતા રહીશા અબ્દુલ્લા શેખનો દીકરો સોમવારે સવારે ૯ વાગ્યાના સુમારે પગરિક્ષા લઇને ઘરે જઇ રહ્યો હતો. દરમિયાન વિસ્તારમાં જ રહેતા ઇમરાન શેખને પગરિક્ષા અથડાઇ જતાં ઝઘડો થયો હતો. ઇમરાને પગરિક્ષા ચાલકને માર માર્યો હતો. ઝઘડાના પગલે દોડી આવેલા સુબાની હૈદર શેખે સળિયો માર્યો હતો જ્યારે હુસેન હૈદર શેખ અને ઇસ્માઇલ ઉર્ફે અચ્ચા સત્તારભાઇ શેખે પણ તેને ફટકાર્યો હતો. પુત્રને છોડાવવા માટે માતા વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝપાઝપી કરી સુબાની અને ઇસ્માઇલ ઉર્ફે
અચ્ચાએ ગળામાં પહેરેલી ~૩૦ હજારની કિંમતની સોનાની ચેઇન તોડી લઇ મારી નાખવાની ધમકી આપી હતી. મહિ‌લાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.