• Gujarati News
  • છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપમાંથી ૩ નામો પાર્લામેન્ટરી બો‌ર્ડ‌માં મૂકાયા

છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપમાંથી ૩ નામો પાર્લામેન્ટરી બો‌ર્ડ‌માં મૂકાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંસદ રામસિંગ રાઠવા, પ્રો.રસીક રાઠવા અને ઉમેશ રાઠવાનો પેનલના ૩ નામોમાં સમાવેશ ((સબ હેડિંગ))
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપ દ્વારા ગત સાહે નિરીક્ષકો મોકલીને કવાયત હાથ ધરાઇ હતી. ત્યારબાદ રવિવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મળેલી ભાજપ પાર્લામેન્ટરી બો‌ર્ડ‌ની બેઠકમાં નિરીક્ષકો દ્વારા છોટાઉદેપુર-આદિવાસી અનામત બેઠક માટે ૩ નામો રજૂ કરાયાં હતાં. જેના પગલે આ બેઠક માટે ભાજપનો કયો ઉમેદવાર પસંદ થશે તે જાણવા ભાજપ મોરચે જબરદસ્ત ઉત્સુકતા વ્યાપી છે.
ગત સાહ નિરીક્ષકો પૂર્વ સાંસદ જયંતીભાઇ બારોટ, રાજ્ય સરકારના મંત્રી જશવંતસિંહ ભાભોર અને નયનાબહેન પટેલે ડભોઇ ખાતે છોટાઉદેપુર બેઠક માટે ઉમેદવાર પસંદ કરવા સંદર્ભે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને સાંભળી અભિપ્રાય મેળવ્યો હતો. નિરીક્ષકો સમક્ષ ઉમેદવારની ફાઇનલ પસંદગીનો નિર્ણય પક્ષ પર છોડવામાં આવ્યો હતો. જોકે, વર્તમાન સાંસદ રામસિંગ રાઠવા સહિ‌ત ૧૩ ઉમેદવારોએ સંભવિત ઉમેદવાર તરીકે તેમનો બાયોડેટા નિરીક્ષકોને સુપરત કર્યો હતો.
નિરીક્ષકોની કાર્યવાહી પૂરી થયા બાદ રવિવારે ભાજપ પાર્લામેન્ટરી બો‌ર્ડ‌ની બેઠક લોકસભા ઉમેદવારો અંગે ચર્ચા-વિચારણા કરવા મળી હતી. આ બેઠકમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ અતુલ પટેલ, હર્ષદ વસાવા, જિલ્લા પ્રમુખ જશુભાઇ ભીલ તેમજ સંગઠનના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને છોટાઉદેપુર બેઠક પર ભાજપની જીતનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ નિરીક્ષકોએ છોટાઉદેપુર લોકસભા બેઠક માટેનાં ત્રણ નામોની પેનલ રજૂ કરી હતી. જેમાં વર્તમાન સાંસદ રામસિંગ રાઠવા, પ્રો.રસિક રાઠવા અને સામાજિક કાર્યકર ઉમેશ રાઠવાનો સમાવેશ કરાયો હોવાની વિગતો સાંપડી છે. જોકે, ઉમેદવારની પસંદગી મુખ્યમંત્રી દ્વારા થનાર હોઇ છોટાઉદેપુર બેઠક પર ભાજપ સાંસદ રામસિંગ રાઠવાને રિપીટ કરે છે કે આ વખતની ચૂંટણીમાં નવો ઉમેદવાર મૂકાશે તે મુદ્દો જિલ્લા ભાજપમાં ચર્ચાની એરણે ચડયો છે.