• Gujarati News
  • ઇજનેરના બંધ ઘરમાંથી ~૭૩ હજારની ચોરી

ઇજનેરના બંધ ઘરમાંથી ~૭૩ હજારની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. વાઘોડિયા રોડની રેવા પાર્ક સોસાયટીમાં રહેતા હેમાંગ રમેશચંદ્ર શાહ પત્ની અને પુત્રને લઇને સવારે સમા ખાતે આવેલી સાસરીમાં ગયા હતાં. ત્યાં રોકાઇને તેઓ બપોરે ે પરત આવ્યા હતાં. જોકે, તસ્કર ટોળકીએ ધોળા દિવસે માત્ર પોણા ત્રણ કલાકમાં જ તેમના બંધ મકાનમાં હાથફેરો કરી દીધો હતો. મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક કોઇ સાધન વડે તોડી તસ્કરોએ તિજોરીમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂા. પ હજાર મળી કુલ રૂા. ૭૩ હજારની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘરે પરત ફરેલા ઇજનેરને ચોરી થઇ હોવાનું જણાતા તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.