• Gujarati News
  • ૧૨ સાયન્સનાં ૪પ૦ શિક્ષકો પરીક્ષા કામગીરીથી દૂર કરાયાં

૧૨ સાયન્સનાં ૪પ૦ શિક્ષકો પરીક્ષા કામગીરીથી દૂર કરાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા ૧૩મી માર્ચથી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર-૪ તથા ૨જી એપ્રિલથી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર-૨ની પરીક્ષા શરૂ થતી હોઇ શહેર-જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાના ૪પ૦ શિક્ષકો અને લેબ ટીચરોને પરીક્ષાની કામગીરીથી અળંગા રાખીફરિજયાત તાલીમમાં આવવા સૂચના આપી છે.
૧૩મી માર્ચ અને ૨જી એપ્રિલના રોજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર-૪ અને સેમેસ્ટર૨ની શરૂ થતી બો‌ર્ડ‌ પરીક્ષામાં મુખ્ય વિષય ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતના શિક્ષકોને પરીક્ષાની કામગીરી નહીં સોંપવાનો બો‌ર્ડે‌ નિર્ણય કર્યો છે. વડોદરા શહેર-જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળામાં ૪પ૦ વિષય શિક્ષકો અને લેબ ટીચરો છે. આ તમામને ૧૩મી માર્ચ અને રજી એપ્રિલના રોજની બો‌ર્ડ‌ પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી સવારે ૧૦ થી સાંજના ૬.૧૦ સુધી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ફરજિયાત પણે હાજર રહીને તાલીમ લેવાની સૂચના બો‌ર્ડે‌ આદેશ કર્યો છે.
વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોને તાલીમમાં હાજર રાખવાના નિર્ણય અંગે શહેર ડીઇઓ એન.એમ.મહેતાએ જણાવ્યું હતું કે, તાલીમમાં શિક્ષકોએ ભાગ લેવો ફરિજયાત છે. એટલે જે શિક્ષકો તાલીમમાં ગેરહાજર રહેશે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરાશે.