• Gujarati News
  • હેડિંગ : કોમેડીનું સ્તર કથળ્યું નથી પરિવાર વિભાજીત થયો છે ’સબહેડ : પદ્મશ્રી અશોક ચક્રધર સહિ‌ત અન

હેડિંગ : કોમેડીનું સ્તર કથળ્યું નથી પરિવાર વિભાજીત થયો છે ’સબહેડ : પદ્મશ્રી અશોક ચક્રધર સહિ‌ત અન્ય હાસ્ય કવિઓ શહેરના મહેમાન બન્યાં હતા.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જય મિશ્રા વડોદરા
ફાસ્ટ લાઈફ અને સમાજની બદલાયેલી વ્યાખ્યામાં હવે સંયુક્ત પરિવાર પ્રથા ઘટતી જઈ રહી છે. અને જ્યાં સંયુક્ત પરિવારો રહે છે. ત્યાં દરેક ઘરમાં દરેક રૂમમાં ટીવી ઉપ્લબ્ધ છે. આ સ્થિતિમાં હાસ્યનું સ્તર કથળ્યું છે તેવું કહી શકાય નહીં. કારણ કે પરિવાર વિભાજીત થયો અને મર્યાદા પણ વ્યક્તિગત બની. જેથી આજે પરિવાર સાથે બેસી અને માણી શકે કે સાંભળી શકે નહીં તેવું હાસ્ય પિરસાઈ રહ્યું છે. આ શબ્દો છે જાણીતા સાહિ‌ત્યકાર અને હાસ્ય કવિ, તેમજ દિલ્હી હિ‌ન્દી અકાદમીના પૂર્વ અધ્યક્ષ અશોક ચક્રધરના.
ગુરૂવારે આઈટીએમ યુનિવ‌ર્સ દ્વારા શિવરાત્રિ નિમિત્તે સીસી મહેતા ઓડિટોરીયમ ખાતે હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં દેશના જાણીતા હાસ્ય કવિ અશોક ચક્રધર, ડો. અશોક તિવારી, અલબેલા ખત્રી, સુરેશ મીશ્ર, સંપત સરલ હાજર રહ્યા હતા. વિશેષ વાતમાં દરમિયાન અશોક ચક્રધરે જણાવ્યું હતું કે આજની સમજદાર પેઢીના યુવાનોને સમજદાર પેઢીના યુવાઓ દ્વારા પિરસાતી કોમેડી પસંદ છે. ઈન્ટરનેટના વ્યાપથી યુવાનોના જ્ઞાનમાં વધારો થયો છે પરંતુ કથળાયેલી કોમેડી પાછળ વ્યાવસાયિક કારણો જવાબદાર છે. જેવી રીતે મુન્ની’ અને શીલા’ના નૃત્યો કોમર્શિ‌યલ છે તેવી જ રીતે ચીપ કોમેડી પણ ર્કોમશિયલ છે. હુ આજની જનરેશન તેમના વિચારો કે તેમની ડ્રેસિંગ સ્ટાઈલનો જરાય વિરોધ નથી કરતો અને તેમાં ખોટું નથી. તેઓને પસંદ છે તેવું પિરસાય છે. લોકો એકાંતમાં જઈને પણ દ્વિઅર્થી હાસ્યને માણતા જ હોય છે. ટીવી શોમાં જબરદસ્તી હસાવા માટે ખાસ માણસ રાખેલા હોય છે જે તમને ધરાર હસાવે છે અને હાસ્ય એવી ચીઝ છે કે તમે બીજાને હસતા જુવો તો સ્વાભાવિક રીતે તમે પણ હસો છો. આવી પરિસ્થિતિમાં હાસ્ય કે તેનું સાહિ‌ત્ય કથળી રહ્યું છે તેવુ માનવું જોઈએ નહીં અને જે કથળે છે તે જ ફરીથી ઉપર આવે છે. હાસ્યનું અને તેના સારા સાહિ‌ત્યનું ભાવિ ઉજ્જવળ છે.’