તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સયાજીબાગમાં સાઇકલ ટ્રેકના પ્રારંભ ટાણે જ વિવાદનું ગ્રહણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સયાજીબાગમાં સાઇકલ ટ્રેકના પ્રારંભ ટાણે જ વિવાદનું ગ્રહણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
૪પ હેકટરમાં પથરાયેલા કમાટીબાગમાં સાઇકલ ટ્રેકના પ્રારંભ ટાણે જ વિવાદનુ ગ્રહણ ઉભુ થયુ છે.
કમાટીબાગમાંથી વર્ષોથી વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે અને તેની ઓળખ માત્ર બગીચા પૂરતી રાખવામાં આવી છે.ત્યારે કમાટીબાગમાં સાઇકલની ખરીદી, સભ્યોનું રજિસ્ટ્રેશન, કા‌ર્ડ‌ બનાવવું, રોજબરોજની ફી ઉઘરાવવી, સાઇકલ ઇસ્યુ કરવી અને તેનું સંચાલન કરવા માટે સેવાસદન પાસે માનવ બળ નથી તેવુ કારણ રજૂ કરીને તેનું સંપૂર્ણ સંચાલન જોય ટ્રેનનો ઇજારો ધરાવતી ખોડલ ર્કોપોરેશન પ્રા.લિએ મૌખિક સંમતિ આપતાં તેના માટે સ્થાયી સમિતિએ મંજૂરી પણ આપી હતી. .જેથી, વાર્ષિ‌ક રૂા.પ૦૦ મેમ્બરશિપ ધરાવતી સાઇકલ કલબના સભ્યો સવારે ૬ થી ૧૦ અને સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી સાઇકલ સવારી માણી શકશે તેવો દાવો સેવાસદને કર્યો છે.
જોકે, ર્મોનિ‌ગ વોકર દિપક મહેતાએ જણાવ્યું હતું કે, કમાટીબાગમાં ર્કોમશિયલ પ્રવૃતિ કોઇ પણ હિ‌સાબે સાખી લેવાશે નહીં અને ભૂતકાળમાં સાઇકલ કલબ માટે એનજીઓની મદદ લેવાનો વિચાર મૂકાયો હતો અને યુથ હોસ્ટેલવાળા મિહીરભાઇ પરીખે સેવાસદનને ફ્રી સેવા માટે ઓફર પણ આપી હતી. પરંતુ, જોય ટ્રેનના કોન્ટ્રાકટરને જ સાઇકલ કલબની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે કમાટીબાગમાં વોક માટે આવતા વોક‌ર્સ સાઈકલ કલબના સભ્ય નહીં બને તેવુ એલાન આપવામાં આવ્યું છે અને તેના માટે વોક‌ર્સની બેઠક પણ બોલાવવામાં આવનાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો