તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હેલ્ધી બરોડા માટે ૧પ૦ પ્રકારના છોડનો ઉછેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્ધી બરોડા માટે ૧પ૦ પ્રકારના છોડનો ઉછેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુણાલ પેઠે વડોદરા
લોકો હેલ્થ કોન્શિયસ બની રહ્યાં છે. તેથી જ ઓર્ગેનિગ ફૂડ તરફ તેઓ વળ્યા છે. પણ, સારવારમાં પણ આયુર્વેદિક દવાઓ હેલ્થ માટે અસરકારક છે. બરોડિયન્સ આયુર્વેદિક વનસ્પતિઓનો ઉપયોગ કરીને હેલ્ધી અને નિરોગી રહી શકે તે માટે શહેરની બે એનજીઓ દ્વારા શહેર નજીક ઉમેટા પુલ નજીકના આસરવા ગામ પાસે એક ન‌ર્સરી શરૂ કરાઈ છે. આ ન‌ર્સરીમાંથી લોકોને શહેરમાં જ જુદા જુદા ૧પ૦ પ્રકારના આયુર્વેદિક પ્લાન્ટ્સ પૂરા પડાશે.
આ ન‌ર્સરી વડોદરા ટ્રી લવ‌ર્સ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને આયુર્વેદ પર્યાવરણ સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા શરૂ કરાઈ છે. આ ન‌ર્સરીમાં માર્ગદર્શક અને મુખ્ય સહયોગી એવા વનવિભાગના પૂર્વ મુખ્ય વનસંરક્ષક ((આઈએફએસ)) ડી.એમ.નાયક કહે છે કે, વન વિભાગમાં વર્ષો સુધી ફરજ બજાવી હોવાથી વનસ્પતિઓ પ્રત્યે પ્રેમ થાય તે સાહજિક છે. આયુર્વેદમાં એવી સંખ્યાબંધ વનસ્પતિઓ છે જેનો ઘરઆંગણે ઉછેર કરવાથી અનેક રોગોથી દૂર રહી શકાય છે. આ જ વિચારને અમલમાં મૂકવાના પ્રયાસ રૂપે ટ્રી લવ‌ર્સ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સાથે ન‌ર્સરી શરૂ કરી છે.’
ન‌ર્સરીમાં બાગાયત વિભાગના સહયોગથી આયુર્વેદિક પ્લાન્ટ્સ ઉછેરી રહ્યાં છે. ન‌ર્સરીની જમીન આસરવા ગામની ગ્રામ પંચાયતે લીઝ પર આપી છે. આ સ્તુત્ય કાર્યમાં સેવાસદનને પણ સાંકળવાના પ્રયાસરૂપે શહેરના વિવિધ વિસ્તારમાં બે પ્લોટ્સની પણ માગ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો