- Gujarati News
- હેડિંગ : અહો આશ્ચર્યમ્, રાજસ્થાનનું જગતશિરોમણિ મંદિર ગુજરાત ટુરિઝમની શાન?સબહેડ : વડોદરાના જાણીત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હેડિંગ : અહો આશ્ચર્યમ્, રાજસ્થાનનું જગતશિરોમણિ મંદિર ગુજરાત ટુરિઝમની શાન?સબહેડ : વડોદરાના જાણીતા સ્થળોના પેઇન્ટિંગ્સ વચ્ચે આ મંદિરનું પેઇન્ટિંગ મૂકી ભાંગરો વાટયો
કુણાલ પેઠે.વડોદરા
રાજસ્થાનનું ઐતિહાસિક મંદિર ગુજરાત ટુરિઝમનું ગૌરવ કેવી રીતે હોઈ શકે ?વડોદરાના નવા એસટી ડેપોમાં આવેલી ગુજરાત ટુરિઝમની ઓફિસની બહારના ભાગે ગુજરાતના ઐતિહાસિક અને જાણીતી ઇમારતો,મંદિરો સાથે રાજસ્થાનના આમેરમાં આવેલા જગતશિરોમણિ મંદિરનું પેઇન્ટિંગ મૂકી ગુજરાત ટુરિઝમના અધિકારીઓ જાણે-અજાણે પ્રયાસ કરી રહ્યાં હોવાનું લાગે છે.
ગુજરાત ટુરિઝમની ઓફિસના પ્રવાસન માહિતી કેન્દ્રની બરાબર ઉપરના ભાગે જ આ ત્રણ ફૂટ લંબાઈ અને બે ફૂટ પહોળાઈનું પેઇિન્ેટંગ જાણે તે વડોદરા કે ગુજરાતની શાન હોય તેમ પહેલા ક્રમે જ મૂકવામાં આવ્યું છે.આ મંદિરની સાથે વડોદરાની ઇમારતો આજવા સરોવર, ન્યાયમંદિર, સયાજીરાવ ગાયકવાડનું બાવલું, કર્તિી મંદિર મૂકવામાં આવ્યાં છે. સુરસાગર તળાવનું પેઇન્ટિંગ પણ છે. પણ આ ઇમારતો સાથે મૂકાયેલું જગતશિરોમણિ મંદિર ન તો વડોદરા કે મધ્ય ગુજરાતમાં છે તે ન ગુજરાતમાં. આ બાબતે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને એસટી વિભાગને પૂછતાં તેમણે સ્પષ્ટ જવાબો આપવાનું ટાળ્યું હતું.