તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નોકરીયાત કરદાતા માટે ફરિયાદ નિવારણ સાહૃચ્ ’વડોદરા વડોદરા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એરીયર ડિમાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોકરીયાત કરદાતા માટે ફરિયાદ નિવારણ સાહૃચ્/’વડોદરા વડોદરા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એરીયર ડિમાન્ડ કલીયરન્સ એન્ડ ગ્રીવીયન્સ રિડ્રેસલ ફોરનાઇટ’ નામથી ૩જી માર્ચથી શરૂ થનારા પખવાડિક અભિયાનમાં કરદાતાઓ-નોકરીયાતોના રીફંડ અંગેના જૂના લેણાં, રીફંડ જમા ન થવા, ઇન્કમટેક્સ એસેસમેન્ટ, ટેક્સ ન ભરવા સામે પેનલ્ટી અને વ્યાજની દંડનીય રકમ સહિ‌તના વિવિધ પ્રશ્નોના નિવારણ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલન્ટન્ટ ના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, કરદાતા-નોકરીયાતોના પ્રશ્નોના ઉકેલ માટે ઇન્કમટેક્સ વિભાગનું સચોટ પગલું છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧પમી માર્ચ સુધી કાર્યવાહી ચાલશે : કરદાતાઓની ફરિયાદો તથા પેનલ્ટી-વ્યાજ ન ભરવી પડે તે અંગે માર્ગદર્શન અપાશે

ભાસ્કર ન્યૂઝ. વડોદરા

કેન્દ્રના નાણામંત્રી દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ના આવકના લક્ષ્યાંકને હાંસિલ કરવા માટે કડક કાર્યવાહીના આપેલા સીધા આદેશ બાદ વડોદરા ઇન્કમટેક્સ વિભાગે હવે નોકરીયાત કરદાતાઓના રીફંડ સહિ‌તના ઇન્કમટેક્સને લગતાં પેન્ડીંગ કામો-સમસ્યાને ઝડપથી નિવારવા તેમજ કરદાતાઓની બિનજરૂરી પેનલ્ટી કે વ્યાજ ભરવામાંથી મુકિત મળે તે માટે ફરિયાદ નિવારણ તથા પ્રશ્નોના સમાધાન માટે ૩જી માર્ચથી એક પખવાડિયા સુધીનું અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

વડોદરા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એરીયર ડિમાન્ડ કલીયરન્સ એન્ડ ગ્રીવીયન્સ રિડ્રેસલ ફોરનાઇટ’ નામથી ૩જી માર્ચથી શરૂ થનારા પખવાડિક અભિયાનમાં કરદાતાઓ-નોકરીયાતોના રીફંડ અંગેના જૂના લેણાં, રીફંડ જમા ન થવા, ઇન્કમટેક્સ એસેસમેન્ટ, ટેક્સ ન ભરવા સામે પેનલ્ટી અને વ્યાજની દંડનીય રકમ સહિ‌તના વિવિધ પ્રશ્નોના નિવારણ કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ૨૦૦૨ થી ૨૦૧૨ સુધીના કરદાતા અને નોકરીયાતોના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે રેન્જ-૬, ૭ અને ૮ એમ રેન્જ વાઇઝ સ્પેશિયલ કાઉન્ટર ઉભા કર્યા છે. રેન્જ વાઇઝ કરદાતા-નોકરીયાતોના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે લેટર ડ્રોપ બોક્સ, હેલ્પ ડેસ્ક અને રેન્જ વાઇઝ ઇ-મેલની સુવિદ્યા ઉભી કરી છે. જે કરદાતા-નોકરીયાતો ઇન્કમટેક્સ સુધી આવવા માંગતા ન હોય તે ઇ-મેલ દ્વારા પોતાની સમસ્યા-પ્રશ્નોનું સમાધાન મેળવી શકે છે. પખવાડિક અભિયાન સફળ થાય તે માટે ઇન્કમટેક્સ વિભાગે શહેરના સી.એ એસોસીએશન, ટેક્સ એડવોકેટ અને ટેક્સ ભરવામાં આવતાં મોટા કર્મચારીઓને પત્ર મોકલીને અભિયાનનો લાભ લેવા માટે સૂચના આપી છે.

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલા પત્ર અંગે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલન્ટન્ટ ના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, કરદાતા-નોકરીયાતોના પ્રશ્નોના ઉકેલ માટે ઇન્કમટેક્સ વિભાગનું સચોટ પગલું છે. કરદાતા-નોકરીયાતોએ રેન્જ-૭ અને ૮ વિભાગ રીફંડના પેન્ડીંગ પ્રશ્નોના ઉકેલ માટે લઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો