તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઝીરો વેસ્ટ સિટી માટે ત્રણ મહિ‌ના ખાસ સફાઇ ઝુંબેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝીરો વેસ્ટ સિટી માટે ત્રણ મહિ‌ના ખાસ સફાઇ ઝુંબેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
ઝીરો વેસ્ટ સિટીઝ અને ટોટલ સેનિટેશન કાર્યક્રમ અંતર્ગત શહેરમાં આગામી ત્રણ મહિ‌ના ખાસ સફાઇ ઝુંબેશ કરવામાં આવનાર છે અને તેના માટે દરે વો‌ર્ડ‌ વિસ્તાર માટે એકશન પ્લાન બનાવવાની તાકિદ કરી દેવામાં આવી છે.
રાજય સરકારના ઠરાવ મુજબ ઝીરો વેસ્ટ સિટીઝ માટે મેયરની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી બેઠકમાં જે તે ખાતાધિકારીને દરેક વો‌ર્ડ‌માં એનજીઓને સાંકળીને કચરો ના થાય તેની કાળજી લેવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને ઓપન પ્લોટને ફેન્સીંગ કરવાનુ રહેશે.
શહેરના મંદિરો અને તળાવમાંથી નીકળતા ફુલહાર પાંદડા, શ્રીફળ વિગેરે એક્ત્ર કરવા અને તેના યોગ્ય નિકાલ માટેની કામગીરી કરાવવા માટે અલગથી વાહન ફાળવવાના રહેશે અને જે તે મંદિરના પુજારી સાથે સંકલન કરવાનુ રહેશે. આ વાહનઝોન વાઇઝ રહેશે અને તેમાં ટેમ્પલ વેસ્ટનુ અલગથી પેઇન્ટીંગ કરાવવામાં આવ્યું છે. દરેક ઝોનમાં આવેલા તમામ મુખ્ય માર્ગો ઉપર બે સફાઇસેવકોને સાથે એક ગાડી રાખી રસ્તા ઉપર કચરો જોવા ના મળે તે મુજબની કાર્યવાહી કરવાની ડે.કમિશનર, આસી.કમિશન‌ર્સ અને કાર્યપાલક ઇજનેરને સૂચના આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો