તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બે મકાનો બારોબાર વેચી માર્યા ૃચ્ ’ટદક સહિ‌ત ત્રણ સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે મકાનો બારોબાર વેચી માર્યા ૃચ્/’ટદક સહિ‌ત ત્રણ સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
બનાવટી પાવર ઓફ એટર્નીના આધારે જેતલપુર વિસ્તારમાં આવેલ રોકડનાથ સોસાયટીના બે મકાનોના બારોબાર વેંચાણ દસ્તાવેજ કરી નાંખવામાં આવતાં ક્રાઇમ બ્રાન્ચે આ બનાવ અંગે યુકેમાં રહેતા બે એન.આર.આઇ. સહિ‌ત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, શહેરના ચીકુવાડી વિસ્તારમાં આવેલા સુગંધ એપા‌ર્ટમેન્ટમાં રહેતા નિશિતભાઇ યોગેન્દ્રભાઇ પટેલ મુંબઇ ખાતે ઇલેક્ટ્રીક કંન્ટ્રોલ પેનલનો વ્યવસાય કરે છે. તેમના પિતા તેમજ માતા યુકે ખાતે રહેતા હતા. વર્ષ ૨૦૧૦માં નિશિતભાઇના પિતાનું લંડન ખાતે નીધન થયું હતું અને તે સમયે નિશિતભાઇના માતા વડોદરા હતા અને તેઓ પણ બિમાર હોવાના કારણે તેઓ લંડન થઇ શક્યાં ન હતા.
નિશિતભાઇના પિતાએ વડોદરા ખાતે જેતલપુર રોડ પર આવેલ રોકડનાથ સોસાયટીમાં બે મિલ્કત બ્લોક નંબર ૩૨ અને ૩૩ ખરીદી હતી અને તેની દેખરેખ નિશીતભાઇના કાકા જયેન્દ્રભાઇ મણીલાલ પટેલ તેમજ કાકી યશોદાબહેન પુરૂષોત્તમભાઇ પટેલ ((હાલ રહે.યુકે)) તેમજ
સુકુમાર મગનભાઇ પટેલ ((રહે.દામોદર સોસાયટી, કારેલીબાગ)) કરતાં હતા.
પિતાના મૃત્યુ બાદ નિશિતભાઇ વડોદરા સેટલ થવા માંગતા હોય તેમણે કાકાને રોકડનાથ સોસાયટીવાળા મકાન ખાલી કરી આપવાનું જણાવતાં કાકા જયેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, રોકડનાથવાળુ મકાન તારા પિતા પાસેથી મે તથા તારા કાકી યશોદાબહેને વર્ષ ૨૦૦૬માં ખરીદી લીધું છે અને તેના દસ્તાવેજ પણ થઇ ગયા છે.
આ અંગે નિશિતકુમારે તપાસ કરતાં તેમને જાણ થઇ તેના પિતાના નામના બોગસ અને બનાવટી દસ્તાવેજ બનાવવામાં આવ્યાં હતા. જુના સહીવાળા કાગળોનો ઉપયોગ કરીને બનાવટી પાવર ઓફ એટર્ની ઉભા કર્યા હતા અને તેમાં તેમના પિતાની ગુજરાતીમાં સહીઓ
કરી હતી.
બનાવટી દસ્તાવેજ હોવાનું જાણતાં હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આરોપી સુકુમાર પટેલે આરોપી જયેન્દ્રભાઇ પટેલ અને યશોદાબહેન પટેલને લાભ થાય તે માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ~૩૨,૯૨,૬૦૦ અને ~૨પ,૮પ,૭૦૦ના ચેક આપ્યાં હોવાનું દર્શાવ્યું હતું. જો કે, આ
નાણાં પણ ફરિયાદીના પિતાને
મળ્યાં ન હતા.
આમ, લાખોની કિંમતના બે મકાન પચાવી પાડવા માટે બનાવટી પાવર ઓફ એટર્નીના આધારે
દસ્તાવેજ કરી નાંખવામાં આવ્યાં હોવાનું જણાંતાં ક્રાઇમ બ્રાન્ચે આ બનાવ અંગે જયેન્દ્ર પટેલ, યશોદાબહેન પટેલ ((બન્ને રહે.લંડન)) અને સુકુમાર પટેલ વિરુદ્ધ ફરિયાદ આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો