તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ધનોરા ગામે ઝેરી દવા પી જતાં યુવકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનોરા ગામે ઝેરી દવા પી જતાં યુવકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
કરજણમાં ધાનોરા ગામે રહેતા ૨૦ વર્ષીય મૂકેશભાઈ રાઠોડિયા મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા. બુધવારે સવારે તેમણે પોતાના ઘરે કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં તેમની હાલત લથડી પડી હતી. તેમને ગંભીર હાલતમાં તુરંત સારવાર માટે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા સારવાર દરમ્યાન ગુરુવારે તેમનું મોત નિપજ્યું હતું. કરજણ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મો‌ર્ટમ માટે ખસેડી વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો