તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • છોટાઉદેપુરમાં જિલ્લામાં છ ડફકની બદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરમાં જિલ્લામાં છ ડફકની બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. છોટાઉદેપુર
રાજયભરમાં ચાલી રહેલા બદલીના દોરના પગલે છોટાઉદેપુરમાં પણ બદલીઓનો દોર ચાલુ થયો છે. જેમાં છોટાઉદેપુર જિ‌લ્લામાંથી ૬ પીએસઆઇની લોકસભાની ચૂંટણીના પગલે બદલી કરવામાં આવી હતી. જેઓના સ્થાને વડોદરા-અમદાવાદથી અધિકારીઓએ ર્ચાજ સંભાળ્યો હતો. જિલ્લામાંથી જેતપુરપાવી કવાંટ રંગપુર છોટાઉદેપુર બોડેલી અને કરાલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં છ પીએસઆઇઓની બદલી આવનાર લોકસભા ચૂંટણીને લઇને કરાઇ છે. જેમાં પીએસઆઇ રાઉલજીને જેતપુરથી વડોદરા શહેર, ગભારભાઇ હુસેનભાઇ શેખને કવાંટથી વડોદરા શહેર, છગનભાઇ જોરાભાઇ દેસાઇને રંગપુરથી અમદાવાદ શહેર, શૈયદઅલી શબ્બીરમીયા સૈયદને છોટાઉદેપુરથી અમદાવાદ શહેર, આરબી હરિયાણીને બોડેલીથી વડોદરા ગ્રામ્યમાં મુકેલ છે. બદલી કરાયેલ પીએસઆઇને ડીએસપી રાજનસુશ્રીએ તુરત છુટા કરી દીધા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો