તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ~૨૦ હજારની લાંચ લેતાં પકડાયેલો તલાટી જેલહવાલે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

~૨૦ હજારની લાંચ લેતાં પકડાયેલો તલાટી જેલહવાલે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .વડોદરા
૨૦ હજારની લાંચ લેતા પકડાયેલા સાંસરોદનાતલાટી ને જેલહવાલે કરી દેવાયા છે. તલાટીના ઘરે એસીબીએ સર્ચ કરતાં રૂા. ૮૩ હજારની અસ્કયામતો મળી આવી હતી.
ભરૂચના પાલેજ ગામે રહેતા અને કરજણના સાંસરોદ ગામ પાસે શોપિંગ કોમ્પલેક્ષની દેખરેખ રાખતાં ઇબ્રાહીમ મહંમદ મલેક સાંસરોદ ગામના તલાટી કમ મંત્રી અંબાલાલ કે. પરમાર પાસે દુકાનની પાવતીની નકલ લેવા માટે ગયા હતાં. તલાટી તેમની પાસે નકલના રૂા. ૨૦ હજારની લાંચની માગણી કરતાં તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. પીઆઇ શર્માએ બુધવારે કોમ્પલેક્ષ ખાતે છટકું ગોઠવતા તલાટી અંબાલાલ પરમાર રૂા. ૨૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. એસીબીએ ગુરુવારે તલાટીને કો‌ર્ટમાં રજૂ કરતાં તેને જ્યુડીશયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. બોકસ
એસીબીના સૂત્રો અનુસાર, તલાટી અંબાલાલ પરમારના પુત્રની બુધવારે મેરેજ એનીવ‌ર્સરી હતી. તેઓ વહેલા ઘરે આવે તે માટે ઘરના સભ્યો રાહ જોઇને બેઠા હતાં. બીજી તરફ તલાટી ૨૦ હજારની લાંચ લેવા ગયા હતાં. તલાટીને નોકરીના માત્ર ૩ વર્ષ જ બાકી રહ્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો