તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • યશવંતસિંહ ચૌહાણની વધુ એક ગુનામાં ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યશવંતસિંહ ચૌહાણની વધુ એક ગુનામાં ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
સેવાસીની કરોડો રૂપિયાની જમીન ખોટા પાવર ઓફ એટર્નીને આધારે પચાવી પાડવાની ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં યશવંતસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.
સેવાસી ગામે રહેતા રાજેશભાઈ રામાભાઈ સોલંકીની સેવાસી ગામે વડીલોપાર્જિત જમીન આવેલી છે. આ જમીન અંગે રાજેશ સોલંકીના દાદાનું કુલમુખ્તત્યાર પત્ર રદ થયું હોવાનું જણાવી જમીન યુએલસી કાયદા હેઠળ જતી રહેશે તેમ કહી ખોટી સહીઓ કરાવી હતી. જે આધારે ફરિયાદી અને તેના પરિવારજનોની ખોટી સહીઓ કરી બોગસ દસ્તાવેજ બનાવી જમીનનો અરુણાબેન ઘનશ્યામભાઈ પટેલની તરફેણમાં દસ્તાવેજ કરી આપ્યો હતો. આ છેતરપિંડી અંગે રાજેશભાઈ રામાભાઈ સોલંકીએ ગત ૨૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ સંદર્ભે જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવેલ યશવંતસિંહ ચૌહાણની પણ આ વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. બિલ્ડરને કો‌ર્ટમાં રજૂ કરવામાં આવતાં ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો