તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મીટરમાં ચેડાં થાય તો ત્વરિત ખબર પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીટરમાં ચેડાં થાય તો ત્વરિત ખબર પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણી, ર્નોથ હરણી, કપૂરાઇ અને સયાજીપુરા ટાંકીના સ્ર્ાાવ વિસ્તાર માટે ૭ કરોડ રૂા.ના ખર્ચે ડોમેસ્ટિક મીટર ખરીદવાની સ્થાયી સમિતિમાં ભલામણ : પ્રથમ તબક્કામાં ૨૪ હજાર મીટરો પૂરાં પડાશે : લોએસ્ટ ટેન્ડર સેવાસદનના અંદાજ કરતાં ૧પ થી ૨૧ ટકા ઓછા ભાવે રજૂ કરાયાં ((હેડીંગ))

ભાસ્કર ન્યૂઝ.વડોદરા

શહેરમાં ૨૪ કલાક પાણી પૂરું પાડવા માટે ચાર નવી ટાંકીના સ્ર્ાાવ વિસ્તારમાં સાત કરોડ રૂપિયાના ખર્ચે ડોમેસ્ટિક મીટર લેવાના ટેન્ડરને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યાં છે.

શહેરમાં ૨૪ બાય ૭ પાણી પૂરું પાડવા માટે નવા વિસ્તારોમાં નવું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે . જેમાં ખાસ કરીને છાણી ગામ, ર્નોથ હરણી, કપૂરાઇ અને સયાજીપુરા વિસ્તારમાં પાણીની નવી ટાંકી બનાવવામાં આવી છે. ૨૪ કલાક પાણી પૂરું પાડી શકાય તે માટે પ્રાયોગિક ધોરણે મીટરો બેસાડવા માટે આજવા રોડ વિસ્તાર પછી નવા ચાર ટાંકીના વિસ્તારો માટે કવાયત કરવામાં આવી રહી છે અને તેના માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા ંહતાં.

જેમાં, છાણી ગામ માટે પાણી પુરવઠા વિભાગે તૈયાર કરેલા અંદાજ કરતાં ૧પ.૬પ ટકા ઓછા ભાવનું રૂા.૧.૩૦ કરોડનું ટેન્ડર લોએસ્ટ રહ્યું છે. જ્યારે, ર્નોથ હરણી ટાંકીના ગ્રાહકો માટે સેવાસદનના અંદાજ કરતાં ૧૬.૨પ ટકા ઓછા ભાવનું રૂા.૧.૪૭ કરોડ, કપૂરાઇ ખાતે અંદાજ કરતાં ૧પ.૭૯ ટકા ઓછા ભાવનું રૂા.૧.૩૬ કરોડનું અને સયાજીપુરામાં અંદાજથી ૨૧.૨પ ટકા ઓછા ભાવનું રૂા.૨.૮૭ કરોડનું ટેન્ડર લોએસ્ટ રહ્યું છે.

આ લોએસ્ટ ટેન્ડરને મંજૂરી આપવા માટે સ્થાયી સમિતિમાં ચાર જુદી જુદી દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. ચાર ટાંકીના વિસ્તારમાં ૨૪ હજાર ગ્રાહકોને એટલે કે સરેરાશ ૯૦ હજારથી ૧ લાખ નાગરિકોને વપરાશ મુજબ ૨૪ કલાક પાણી મળી શકશે. જોકે, સ્થાયી સમિતિની મંજૂરી પછી મીટરો ખરીદવાની પ્રક્રિયા પૂરી થતાં ત્રણ મહિ‌નાનો સમય લાગે તેમ છે.

----------------

બોક્સ-૧

મીટરમાં ચેડાં થાય તો ત્વરિત ખબર પડશે ((હેડીંગ))

પાણીના વપરાશ મુજબ બિલ આપવાના પ્રયોગના ભાગરૂપે નવાં ડોમેસ્ટિક મીટર બેસાડવામાં આવનાર છે. જેમાં, મીટર સાથે ચેડાં થાય તો ઘડીના છઠ્ઠા ભાગમાં તેની જાણકારી તંત્રને મળી શકશે. એટલું જ નહીં, મીટરનું રીડિંગ પણ જે તે ગ્રાહકના ઘરમાં ંગયા વગર રીડર કલાર્ક મેળવી શકે તેવી વ્યવસ્થા હાઇટેક મીટરમાં રાખવામાં આવી છે. આ સિવાય, મીટર ઊંધું કરે કે સહેજ ફેરફાર થાય તોપણ તેના કંટ્રોલરૂમમાં જાણકારી મેળવી શકાશે. જ્યારે, મીટર અંગેની ફરિયાદ પણ કોલ સેન્ટરમાં કરવામાં આવે તો સેવાસદનને પણ તેની માહિ‌તી મળશે અને ગ્રાહકોને ૭૨ કલાકમાં મીટર રિપ્લેસ કે રિપેર કરીને પૂરાં પાડવાની જોગવાઇ રાખવામાં આવી છે.

----------

બોક્સ-૨

ગેરંટી છતાં ઓ એન્ડ એમ ?((હેડીંગ))

પાણીનાં ડોમેસ્ટિક મીટર પૂરાં પાડવા માટે લોએસ્ટ ઇજારો ધરાવતી એજન્સીને પાંચ વર્ષની ગેંરટી હોવા છતાં તેમાં ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના ખર્ચની જોગવાઇ કરવામાં આવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. પાણીનાં મીટરના ઓ એન્ડ એમના રૂા.૭પ હજારથી ૨ લાખ રૂા. જાળવણી અને નિભાવણી પાછળ પાંચ વર્ષ સુધી સૂચવવામાં આવ્યા છે. લોએસ્ટ ભાવ ભરનાર એજન્સી માત્ર મીટરો પૂરાં પાડશે અને તેનું ફિકિસંગ પછી ઓએમ કરશે તેવી જોગવાઇ રાખવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો