તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શિવરાત્રિએ ઠંડી ઘટી તાપમાન ૨૧ ડિગ્રી થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાત્રિએ ઠંડી ઘટી તાપમાન ૨૧ ડિગ્રી થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
શિવરાત્રિ પર્વથી જ ઠંડી શિવ...શિવ...બોલતી વિદાય થાય તેવી લોકવાયકા આજે શિવરાત્રિ પર્વે જ ઠંડીનું પ્રમાણ ઘટવા સાથે લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી થતાં સાચી પડી હોય તેવું જોવા મળ્યું હતું.
સોમ-મંગળ બે દિવસ શહેરમાં વાદળછાયો માહોલ છવાઇને કમોસમી વરસાદ પડયો હતો. વાદળો ખૂલતાં ઠંડી વધશે તેવી શક્યતા વચ્ચે બુધવારે ઠંડી ઘટી હતી, જ્યારે ગરમીનો પારો ૩૨.૨ ડિગ્રી થતાં ગરમી અનુભવાઇ હતી. ઠંડી ઘટવાનો સિલસિલો મહાશિવરાત્રિ પર્વે પણ યથાવત્ રહેતાં લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું હતું. પરિણામે શિવરાત્રિ પર્વથી જ ઠંડી વિદાય લેતી હોવાની લોકોક્તિ સાચી સાબિત થઇ હતી. બીજી તરફ ભેજનું પ્રમાણ બુધવારની સરખામણીમાં ઘટતાં રાહત મળી હતી. આજે સવારે ભેજનું પ્રમાણ ૭૯ ટકા અને સાંજે ૪૬ ટકા નોંધાયું હતું. પવનની દિશા પૂર્વ દિશામાંથી પ્રતિકલાકના ૬ કિ.મી.ની રહી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો