તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શિવરાત્રિએ ઠંડી ઘટી તાપમાન ૨૧ ડિગ્રી થયુંૃચ્ ’વડોદરા શિવરાત્રિ પર્વથી જ ઠંડી શિવ...શિવ...બોલતી વિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાત્રિએ ઠંડી ઘટી તાપમાન ૨૧ ડિગ્રી થયુંૃચ્/’વડોદરા શિવરાત્રિ પર્વથી જ ઠંડી શિવ...શિવ...બોલતી વિદાય થાય તેવી લોકવાયકા આજે શિવરાત્રિ પર્વે જ ઠંડીનું પ્રમાણ ઘટવા સાથે લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી થતાં સાચી પડી હોય તેવું જોવા મળ્યું હતું. સોમ-મંગળ બે દિવસ શહેરમાં વાદળછાયો માહોલ છવાઇને કમોસમી વરસાદ પડયો હતો. વાદળો ખૂલતાં ઠંડી વધશે તેવી શક્યતા વચ્ચે બુધવારે ઠંડી ઘટી હતી, જ્યારે ગરમીનો પારો ૩૨.૨ ડિગ્રી થતાં ગરમી અનુભવાઇ હતી. ઠંડી ઘટવાનો સિલસિલો મહાશિવરાત્રિ પર્વે પણ યથાવત્ રહેતાં લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું હતું. પરિણામે શિવરાત્રિ પર્વથી જ ઠંડી વિદાય લેતી હોવાની લોકોક્તિ સાચી સાબિત થઇ હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા

પ‌શ્ચિ‌મ રેલવેના સત્તાવાળાઓ દ્વારા મુસાફરોની સુવિધા હેતુ આગામી ૧ માર્ચથી દર શનિવારે ગ્વાલિયર-પૂણે-ગ્વાલિયર વચ્ચે વાયા વડોદરા અને વસઇ રોડ થઇ સાપ્તાહિ‌ક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરાઇ છે. આ ટ્રેન શરૂ થતાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશના મુસાફરોને તેનો લાભ મળશે.

સાપ્તાહિ‌ક એક્સપ્રેસ ટ્રેન ૧ માર્ચથી દર શનિવારે ગ્વાલિયર ખાતેથી બપોરે ૩ કલાકે ઉપડી રવિવારે બપોરે ૨.૩૦ કલાકે વસઇ રોડ પહોંચશે. ત્યાર બાદ રવિવારે રાત્રે ૮ કલાકે પૂણે સ્ટેશન ખાતે પહોંચશે. બીજી તરફ પૂણે-ગ્વાલિયર સાપ્તાહિ‌ક ટ્રેન તા.૩ માર્ચથી દર સોમવારે રાત્રે ૦૦.૨પ કલાકે પૂણેથી ઉપડી મંગળવારે સવારે ૩.૧૦ કલાકે ગ્વાલિયર પરત આવશે. આ ટ્રેનમાં સેકન્ડ એ.સી., થ્રી ટાયર એ.સી., સેકન્ડ સ્લીપર કોચ અને સેકન્ડ જનરલ કોચીસ સામેલ કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો