Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે શહેરનાં બે ફીડર વિસ્તારોમાં વીજકાપ
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
તા.૨૮ ફેબ્રુઆરીએ શહેરના બે સબડિવિઝનના વિસ્તારોમાં મેન્ટેનન્સના કારણે વાસણા અને ગોરવા સબડિવિઝનમાંસવારે ૧૧ થી સાંજે પ વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેથી અંદાજે ૪૦૦૦ થી વધુ ગ્રાહકોને હાલાકી વેઠવી પડશે.
ભાયલી-ગોરવા ફીડર ખાતે મેન્ટેનન્સના પગલે રાણેશ્વર મંદિર, રાજરત્ન, સંત વિહાર, વ્રજ વિહાર, સાંઇનાથ, નીલામ્બર-૧-૨ અને ૩, તેમજ ભાયલી ગામની આસપાસના વિસ્તારોમાં ૪ કલાક માટે વીજપુરવઠો બંધ રહેશે. પરિણામે ૩૪૩૨ ગ્રાહકોને અસર થશે. જ્યારે ૧૩૨ કે.વી. ગોત્રી-ફર્ટિલાઇઝર નગર ખાતે વીજ વાયર બદલવાની કામગીરી થવાની હોઇ શુક્રવારે સવારે ૧૧ થી સાંજે પ વાગ્યા સુધી માધવ પાર્ક ફીડરના વિસ્તારો વીજ પુરવઠાથી વંચિત રહેશે. જેમાં હાવરેસ્ટ રેસિડેન્સી, શિવાંજલિ સોસાયટી, ગુલમહોર ગ્રીન્સ, સનવેલી, ગુલમહોર વેસ્ટ સોસાયટી, વિશ્રાંતિ હેરિટેજ સહિત તેની આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેતાં ૭૪૦ ગ્રાહકોને અસર થશે.