તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સેમેસ્ટર પદ્ધતિ સામે ડીએસઓએ કાળીપટ્ટિ ધારણ કરીને વિરોધ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમેસ્ટર પદ્ધતિ સામે ડીએસઓએ કાળીપટ્ટિ ધારણ કરીને વિરોધ કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
એમ.એસ.યુનિવર્સિ‌ટીમાં સેમેસ્ટર પધ્ધતિ બંધ કરવાના મુદ્દે આજે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટીક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન ((ડીએસઓ))ના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ કાળીપટ્ટી અને કાળા કપડાં ધારણ કરીને આ‌ર્ટ્સ ફેકલ્ટી ખાતે પોતાનો સખ્ત વિરોધ નોંધાવ્યો હતો.
ઓલ ઇન્ડિયા ડેમોક્રેટીક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન રાજયની યુનિવર્સિ‌ટી-કોલેજમાંથી સેમેસ્ટર પધ્ધતિ કાઢી નાંખવા માટે આંદોલન છેડયું છે. આ આંદોલનના ભાગરૂપે જ આજે વડોદરા ડીએસઓના કાર્યકર્તાઓ એમ.એસ.યુનિવર્સિ‌ટીની આ‌ર્ટ્સ ફેકલ્ટી ખાતે
માથાં પર-હાથ પર કાળી પટ્ટી તેમજ કાળા કપડાં ધારણ કરીને મોટી સંખ્યામાં એકત્રિત થયાં હતા. એકત્રિત થયેલા ડીએસઓના કાર્યકર્તાઓએ સેમેસ્ટર પધ્ધતિ વિરુદ્વ ભારે સૂત્રોચ્ચાર કરીને સેમેસ્ટર પ્રથાને બંધ કરવાની માંગ કરી હતી. સેમેસ્ટર પધ્ધતિ બંધ કરવા અંગે આંદોલન કરી રહેલા ડીએસઓના વડોદરા જિલ્લા સમિતિના સેક્રેટરી પાર્થ પંડયાએ જણાવ્યું હતું કે, આખા રાજયમાં આજે સેમેસ્ટર પ્રથા સામે ડીએસઓના કાર્યકર્તાઓ વિરોધ દિવસ મનાવી રહ્યા છે. કાર્યકર્તાઓ સેમેસ્ટર પ્રથાની હોળી કરવા, વિરોધ સૂત્રોચ્ચાર કરવાની સાથે સાથે સોશ્યલ નેટવકિગનો સહારો લઇને તેમાં પણ એક ચળવળ ચલાવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો