તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઉદ્યોગપતિના ઘરમાંથી ~૭.૪૬ લાખની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્યોગપતિના ઘરમાંથી ~૭.૪૬ લાખની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .વડોદરા
દુબઇના પ્રવાસે ગયેલા ઉદ્યોગપતિના તાંદલજા ગ્રીન પાર્ક સોસાયટી સ્થિત બંધ મકાનને તસ્કર ટોળકીએ નિશાન બનાવી એન્ટીક પીસ સહિ‌ત ચાંદીના ૨૭ દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. ~૭. ૪૬ લાખની મતાની ચોરી અંગે ઉદ્યોગપતિએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવા કવાયત હાથ ધરી છે.
શહેરના તાંદલજા મહાબલીપુરમ પાસેની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા વિનીત સુરેન્દ્રભાઇ જૈનની ગોરવા બીઆઇડીસીમાં સોલાર સિસ્ટમની ફેક્ટરી આવેલી છે. તેઓ ગત ૨૧મી ફેબ્રુઆરીએ બપોરે પરિવાર સાથે દુબઇના પ્રવાસે ગયા હતાં. દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી.
ઘરના દરવાજાના મિજાગરા કાઢીને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યા બાદ ઘરમાં હાથફેરો કર્યો હતો. ઉદ્યોગપતિના ડ્રાઇવર ફારૂકભાઇ ૨૪મીએ બપોરે ઘરે જતાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. તેમણે આ અંગે શેઠ વિનીત જૈનને જાણ કર્યા બાદ જેપી રોડ પોલીસમાં પણ જાણ કરી હતી. દરમિયાન ગત મોડી રાત્રે ઉદ્યોગપતિ દુબઇના પ્રવાસેથી પરત ફરતાં ઘરમાંથી ચોરી થઇ હોવાનું જણાયું હતું.
ઘરમાંથી જુદા-જુદા વજનના ચાંદીનો હૂકો, ચરખો, લેમ્પ , ચપ્પલ, પંખો સહિ‌તની ચીજવસ્તુઓ મળી કુલ ~૭.૪૬ લાખનીચોરી થઇ ગઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો