તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાદળો હટતાં જ ગરમી વધી: આજે પણ વધશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાદળો હટતાં જ ગરમી વધી: આજે પણ વધશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
શહેરમાં સોમ-મંગળ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ આજે બુધવારે સમગ્ર દિવસ દરમિયાન ખુલ્લું વાતાવરણ રહેતાં શહેરી જનોને હાશકારો થયો હતો. જો કે, ભેજનું પ્રમાણ વધું રહેતાં વર્તાયેલા ઉકળાટથી શહેરી જનો પરસેવે રેબઝેબ થયા હતા. વાદળો ખુલતાં ઠંડી વધવાને બદલે ગરમીનું પ્રમાણ વધવાથી શહેરી જનોને આશ્ચર્ય થયું હતું. દરમિયાન ગુરુવારે સૂર્યપ્રકાશ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાદળીયું વાતાવરણ ખુલતાં ઠંડી વધતી હોવાની પરંપરાથી વિપરીત ગરમીનું પ્રમાણ વધ્યું હતું. જેથી શહેરી જનો ગરમીથી હેરાન થયા હતા. બુધવારે ગરમીનો પારો ૩૨.૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો