તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વડોદરા લોકસભા બેઠક માટે ૃચ્ ’કોંગ્રેસમાં થયેલા આંતરિક ડખા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા લોકસભા બેઠક માટે ૃચ્/’કોંગ્રેસમાં થયેલા આંતરિક ડખા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
લોકસભાની વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આંતરિક મતદાનથી પસંદગી કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે પ્રમુખોની હોદ્દા ઉપર રાજીનામુ ધર્યા સિવાય થનારી દાવેદારી સામે છુપો વિરોધ વંટોળ શરૂ થયો છે. એટલુ જ નહીં, આ મામલે શહેર જિલ્લાના કેટલાક હોદ્ેદારોએ પ્રદેશ પ્રમુખનુ લેખિતમાં ધ્યાન દોરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
દેશની પંદર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ આંતરિક ચૂંટણીથી ઉમેદવારની પસંદગી કરવાની છે. જે અંતર્ગત, વડોદરા બેઠક માટે તા.૧૩મી માર્ચ ચૂંટણી યોજાનાર છે અને તેમાં ૧પ૦૦ હોદ્દેદારો મતદારની ભુમિકા ભજવનાર છે. આ સંજોગોમાં, વડોદરા બેઠક માટે કોંગ્રેસના શહેર જિલ્લા પ્રમુખોએ છુપો પ્રચાર શરૂ કરી દીધો છે અને તેમાં બંને હોદ્દેદારો મતદારોને લલચાવી રહ્યા હોવાનો આક્ષેપ કેટલાક હોદ્દેદારોએ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને લેખિતમાં રજૂઆત આ ગ્રૂપે કરી છે અને તેમાં બંને પદાધિકારી શહેરમાં સેવાસદનની ચૂંટણી અને જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીની તકની લાલચ આપી રહ્યા છે. જોકે, શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પ્રમુખને ચૂંટણી લડવી હોય તો તેમને હોદ્દા ઉપરથી રાજીનામુ આપવાની પ્રાથમિક જરૂર નથી. ગૌહાટી અને કોલકાત્તામાં યોજાયેલી ચૂંટણીમાં બંને શહેરના કોંગ્રેસના પ્રમુખ જ ઉમેદવાર તરીકે વિજયી બન્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો