તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બો‌ર્ડ‌ પરીક્ષા પૂર્વે ધો.૧૦ ૧૨ના વિદ્યાર્થીઓ એમસીક્યુ પ્રશ્નોને હવે સ્મા‌ર્ટફોન દ્વારા રિવિઝ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બો‌ર્ડ‌ પરીક્ષા પૂર્વે ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ એમસીક્યુ પ્રશ્નોને હવે સ્મા‌ર્ટફોન દ્વારા રિવિઝન કરી શકશે..સ્ટોરી...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધીરજ ઠાકોર. વડોદરા
૧૩મી માર્ચથી શરૂ થતી ધો.૧૦ અને ધો.૧૨ની બો‌ર્ડ‌ પરીક્ષા નજીક છે ત્યારે રાજયના એક વેબસાઇટ અને એપ્લીકેશન ડિઝાઇનરે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ સ્મા‌ર્ટફોન અને ટેબ્લેટના માધ્યમથી કરી શકે તે માટે ફાસ્ટ એમસીક્યુ’ નામથી એનરોઇડ બેઇઝ સ્મા‌ર્ટફોન અને ટેબ્લેટ માટેની એપ્લીકેશન તૈયાર કરી છે જેના થકી છાત્રો મુખ્ય વિષયોની તૈયારીઓ કરી શકે છે.
ફાસ્ટ એમસીક્યુ નામની એનરોઇડ બેઇઝ એપ્લીકેશનની વિશેષતા એ છે કે તેને કોઇપણ વિદ્યાર્થી આસાનીથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. પ૦ માર્ક્સના અલગ-અલગ વિષયોના એમસીક્યુના ઓનલાઇન જવાબ આપીને તેનું આંખના પલકારામાં જ પરિણામ જાણી શકે છે. અન્ય વિશેષતાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ ૨પ માર્ક્સ તેમજ પ૦ માર્ક્સમાં સબજેકટના પ્રકરણોને સિલેકટ કરીને પોતાની રીતે પેપર પણ જનરેટ કરી શકે છે. એટલું જ નહીં પણ ૨પ માર્ક્સના એમસીક્યુ પ્રશ્નોને વિદ્યાર્થીઓ ૩૦ મિનીટમાં જવાબો આપી શકે તે માટે કલોક પણ મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓ એકવાર પ્રશ્નપત્ર સિલેકટ કરે એટલે કલોકનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ જાય છે. ૩૦ મિનીટની અંદર વિદ્યાર્થીઓએ કેટલા એમસીક્યુ પ્રશ્નોના જવાબો આપ્યાં તેનું પરિણામ પણ તરત જાણી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો