તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કરણી ઇમીટેશન જવેલરીની ૃચ્ ’ઓફિસમાં સભાસદોનો હલ્લો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરણી ઇમીટેશન જવેલરીની ૃચ્/’ઓફિસમાં સભાસદોનો હલ્લો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાધલી
તાજેતરમાં વડોદરા મુકામે કરણી ઇમીટેશન જવેલરી અંગેના ટીવીમાં સમાચારો ચમકતા સંસ્થાની સાધલી સ્થિત બ્રાન્ચમાં મહિ‌લા સભાસદોના ટોળા ઉમટી પડી છેલ્લા ૩ અઠવાડિયાની મજૂરીના નાણા આપવા માંગ કરતાં સંચાલક દ્વારા બે ત્રણ દિવસમાં પેમેન્ટ ચુકવવા હૈયાધારણ આપી હતી.
સાધલી બસ સ્ટેન્ડ પાસે શ્રી કરણી ઇમીટેશન જવેલરી, શ્રી ભવાની ગૃહ ઉદ્યોગ, હેડ ઓફિસ, આજવા રોડ, વડોદરાની બ્રાન્ચનું સંચાલન ફ્રેન્ચાઇજ રાજેન્દ્રસિંહ રાઠોડ કરે છે. છેલ્લા ૨ માસમાં ૧૧૪ સભાસદો બનાવેલા છે. સભાસદને મણકાની માળા બનાવવાનું મટીરીયલ્સ સંસ્થા તરફથી અપાય છે અને એક માળાનું મહેનતાણું રૂા. ૧પ અપાય છે. અગાઉ પેમેન્ટ નિયમિત મળતું હતુ પણ હાલમાં છેલ્લા ૨૦ દિવસથી કોઇ નાણા મળેલા નથી અને વડોદરા મુકામે ઓફિસ ઉપર હલ્લો થયાના સમાચાર ટીવીમાં જોતા સાધલીની ઓફિસ ઉપર પણ મહિ‌લા સભાસદો ઉમટી પડી હતી અને સંચાલક પાસે નાણા માંગતા, સંચાલકે બેચાર દિવસમાં નાણા આપવાની હૈયાધારણ આપી હતી. મહિ‌લા સભાસદો જણાવે છે કે રૂા. પપ૦૦- સભ્ય ફી ભરેલી છે અગાઉ માળાનું પેમેન્ટ મળતું હતું પરંતુ છેલ્લા ૨૧ દિવસથી પેમેન્ટ મળતું નથી અને માળાનું મટીરિયલ પણ પુરતું અપાતું નથી. હાલમાં નવા બનેલા સભાસદો ટીવીના સમાચારો સાંભળીને પોતાના રૂા. પપ૦૦ ડૂબી જશે કે શું તેની વિમાસણમાં હતા. જો કે આ માળાની મજૂરી રૂા. ૧પ સંસ્થા ચુકવે છે, મટિરિયલ્સ સંસ્થા આપે છે. જયારે બજારમાં આવી જ માળા માત્ર રૂા. ૧૦ થી ૧પમાં મળે છે એ નવાઇની વાત છે. કંપની દ્વારા સભ્ય ફોર્મમાં છપાયેલ છે કે કામના નાણા રોજે રોજ અપાશે. અને ૪ મહિ‌ના ઓછામાં ઓછું કામ કરવું પડશે. ૧૨૦ દિવસ પછી ડિપોઝિટ પર અપાશે. હાલમાં સાધલીમાં નોંધાયેલા ૧૧૪ સભાસદોને મહેનતાણા પેટે આશરે રૂા. ૨ લાખ ઉપરાંતની રકમ લેવાની થાય છે, જે છેલ્લા ૨૧ દિવસથી મળી ના હોવાથી સાધલી ઓફિસમાં હલ્લો કર્યો હતો. સંચાલકે દરેકને સાંભળીને આગામી બે ચાર દિવસમાં જ નાણા ચુકવવાની હૈયાધારણ આપી હતી, જો કે સભ્યપદના ફોર્મમાં મુખ્ય શરત કંપની દ્વારા જાહેર કરાયેલી છે કે મેમ્બર કંપનીનો નોકરિયાત નથી, મેમ્બરને કોઇપણ પ્રોબ્લેમ થાય તો જે તે ફ્રેન્ચાઇજી સાથે જ પતાવવાનું, કંપનીની કોઇ જવાબદારી રહેશે નહી. સભાસદોને રૂા. પપ૦૦ મળ્યાની પહોંચ શ્રી ભવાની ગૃહ ઉદ્યોગ, વડોદરાના નામથી અપાયેલ હતી. સંલગ્ન તંત્ર આ અંગેની તપાસ કરી સત્ય હકીકત બહાર લાવે એ જનહિ‌તમાં જરૂરી બન્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો