તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શનિવારથી ૨ ક્લબ્સની ૨ સાઈક્લિંગ ઇવેન્ટ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવારથી ૨ ક્લબ્સની ૨ સાઈક્લિંગ ઇવેન્ટ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
શિયાળાની ફેરવેલ પાર્ટી‍ને સેલિબ્રેટ કરવા માટેનો યુનિક આઈડિયા શહેરની બે સાઈક્લિંગ ક્લબ્સ દ્વારા રજુ કરાયો છે.આ વિકેન્ડસમાં શનિવાર અને રવિવારે શહેરથી ૨૦૦-૪૦૦-૬૦૦ કિમીનું ચારોઠી સુધીની રેન્ડોનિયરિંગ ઈવેન્ટ અને નારેશ્વર સુધીની ૬૩ કિમીની વિન્ટરની છેલ્લી ગાલા રાઈડ યોજાશે. રેન્ડોનિયરિંગ સિરિઝ અંતર્ગત લોન્ગ ડિસ્ટન્સની સાઈકલ ટુઅરનું આયોજન ધી સાઈક્લિંગ ક્લબ ઓફ બરોડા દ્વારા કરાયું છે. જ્યારે બરોડા સાઈક્લિસ્ટ ક્લબ દ્વારા નારેશ્વર સુધીની ગાલા રાઈડનું આયોજન કરાયુ છે.
બંન્ને ઈવેન્ટ્સમાં લોકો જોડાઈ શકે છે પરંતુ ૨૦૦થી ૬૦૦ કિમીની સાઈક્લિંગ લાંબા અંતરનું હોય તેમાં જોડાવા માટે અનુભવ જરૂરી છે, જોકે ૨૦૦ કિમીના અંતરની કેટેગરીમાં પ્રથમ વખત રેન્ડોનિયરિંગ કરનારા લોકો પણ જોડાઈ શકે છે. આ ઈવેન્ટ બાદ ક્લબમાં ટોટલ ૯ સુપર રેન્ડોનિયર તૈયાર થશે. જ્યારે ગાલા રાઈડ નારેશ્વર સુધી આવક જાવક ૧૨૬ કિમી અને ફકત વન સાઈડ ૬૩ કિમીની રાઈડમાં ભાગ લઈ શકાય છે. આમ, સાઈકલિંગ પ્રેમીઓ માટે આ બંને રાઈડ્સ મહત્ત્વની બની રહેશે.
રેન્ડોનિયરિંગ વિશે માહિ‌તી આપતા ધી સાઈક્લિંગ કલબ ઓફ બરોડાના રાઈડ ઓર્ગેનાઈઝર રાધવેન્દ્ર સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વડોદરાથી દક્ષિણ ગુજરાતના ચારોઠી સુધી અગાઉ પણ એક બ્રેવટ યોજાયુ હતું એટલે કે સાઈક્લિંગની ઈવેન્ટ પરંતુ તેમાં સમયસર અને પુરા અંતર સુધી ઘણા લોકો પહોચી શક્યા ન હતા. લોકોની ડિમાન્ડ હતી કે ફરીથી એક વખત આ બે્રવેટ થવી જોઈએ જેથી ફ્રાન્સના ઓડેક્ષ ક્લબ ઓફ પેરિશિયન પાસેથી મંજુરી માંગી અને આ વિશેષ રાઈડનું આયોજન કરાયુ છે.’
જ્યારે ૬૩ કિમીની ગાલા રાઈડ વિશે માહિ‌તી આપતા બરોડા સાઈક્લિસ્ટ ક્લબના પ્રેસિડેન્ટ મીલીન દેસાઈએ જણાવ્યું હતું કે વિન્ટરની સિઝન ઓલ મોસ્ટ સમાપ્ત થઈ રહી છે ત્યારે અમે સિઝનની છેલ્લી ગાલા રાઈડથી હેલ્થ અને સાઈક્લિંગ અવેરનેસનો મેસેજ આપીશુ. આ રાઈડ માટે પ૦થી વધુ લોકો જોડાય તેવી અપેક્ષા છે.’ ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે સાઈક્લિંગની ઈવેન્ટસ અને ટુઅરના કારણે હેલ્થ અને ઈંધણની બચત માટે લોકોમાં અવેરનેસ વધી રહી છે ત્યારે વિન્ટરને બાય બાય’ કહેવાનું આ અનોખુ સેલિબ્રેશન બની રહેશે.
આમ, શહેરમાં છેલ્લાં બે વર્ષમાં જે પ્રકારની સાઈકલિંગ એક્ટિવિટીઝ થઈ છે. તે જોતા કહી શકાય કે શહેરમાં સાઈકલિંગનું કલ્ચર સારી રીતે ડેવલપ થયું છે. અને આ કલ્ચર ભવિષ્યમા પણ સારી રીતે ફેલાશે. ખાસ કરીને યંગસ્ટ‌ર્સમાં...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો