તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સ્ટુડન્ટ્સે અર્થક્વેક રિલીફ હાઉસ બનાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટુડન્ટ્સે અર્થક્વેક રિલીફ હાઉસ બનાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
ધરતી ધણધણાવી દેતા અર્થક્વેક બાદ આર્થિ‌ક અને ભૌતિક નુકસાન તો થાય જ છે સાથે જ અર્થક્વેક પિડીત વ્યક્તિ મેન્ટલ ટ્રોમામાં સરી પડે છે આવી સ્થિતિમાંથી તેને ઝડપથી ઉગરવા માટે કયા કયા પ્રકારના અને ઝડપી રિલીફ આપતા આશિયાના બનાવી શકાય તે વિશે જાપાની વાસેડા યુનિવર્ટિ‌ટીના પ્રો. ઇશિયામા આસામુએ સ્ટુડન્ટ્સને વર્કશોપમાં પ્રેક્ટિકલ તાલીમ આપી હતી. એમ એસ યુનિર્વસિટીના ડિપા‌ર્ટમેન્ટ ઓફ આર્કિટેકટ દ્વારા બે દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું.
વર્કશોપમાં ટોક અને મોડેલ્સ પ્રિપેર કરાયા હતા.વર્કશોપમાં એમ એસ યુ, વિદ્યાનગરની ડીજી પટેલ સ્કુલ ઓફ આર્કિટેકચર,વાસદની એસવીઆઈટી, વડોદરા ડિઝાઈન એકેડમી, પારુલ ઈિન્સ્ટટયૂટ ઓફ આર્કિટેકચરના સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. જેમાં તેમણે એક્સપ‌ર્ટ્સ પાસેથી માહિ‌તી મેળવી હતી.
તેમણે જણાવ્યું હતું કે ઈન્ડિયાના સ્ટુડન્ટ્સના ટેલેન્ટથી હુ ઈમ્પ્રેસ થયો છું. તેમ છતા તેઓ કલ્ચરલ ડિફરન્સ અને બહારના દેશોના સ્ટુડન્ટ્સ શું વિચારે છે તેના વિશે જાણતા નથી. સ્ટુડન્ટ્સે વર્કશોપમાં અડધો કલાકથી લઈ અને એક કલાકમાં તૈયાર થઈ જાય તેવા રેફ્યુજી કેમ્પસ અને અલ્ટરનેટિવ હાઉસિસના મોડલ્સ તૈયાર કર્યા હતા. જેમાં વડોદરામાં અર્થક્વેક આવે તો આ કામગીરી પુરી કરવા માટે અને ઝડપથી પુરી કરવા માટે મટિરિયલની અવેલિબિલીટી અને નંબર ઓફ અફેકટેડ પીપલના કોનસેપ્ટને ધ્યાનમાં રાખી પ્રોજેકટસ તૈયાર કર્યા હતા.જેમાં શહેરની દૂરના વિસ્તારોથી લઈ અને ઘરની નજીક જ તૈયાર કરી શકાય તેવા પ્રોજેકટસનો સમાવશે થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો