તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કાઇઝેન સ્પર્ધાનાં વિન‌ર્સ જાહેર કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાઇઝેન સ્પર્ધાનાં વિન‌ર્સ જાહેર કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર વડોદરા
બરોડા પ્રોડક્ટિવીટી કાઉન્સિલ ((બીપીસી)) દ્વારા આયોજિત કાઈઝન કમ્પિટિશન્સની વિન‌ર્સ ટીમોને સન્માનિત કરવા એવો‌ર્ડ‌્સ સમારોહ ૪થી માર્ચે યોજાશે. આ પ્રસંગે બરોડા પ્રોડક્ટિવીટી કાઉન્સિલના પ૦ વર્ષ પૂરા થતા હોઈ એક સિલ્વર મેડલને પણ રિલિઝ કરાશે.
બીપીસીના એક્ઝિક્યુટિવ ડાયરેકટર જીપી નામદેવના જણાવ્યા મુજબ, ગત ઓક્ટોબર મહિ‌ના દરમિયાન ગુજરાતમાં પહેલીવાર કાઇઝન કમ્પિટિશન યોજાઈ હતી. આ કમ્પિટિશનમાં ગુજરાત ઉપરાંત આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ રાજ્યોની ર્કોપોરેટ્સ કંપનીઓએ ભાગ લીધો હતો. આ કંપનીઓએ પ્લાન્ટમાં ઉત્પાદકતા વધારવા પ્રેઝેન્ટેશન કરવાનું હતું. તેમના ડોક્યુમેન્ટ્સ, થિમ, પ્રોસેસ અને એમ્પ્લોઈઝનું ઇન્વોલ્વમેન્ટ જેવા પાસાંની પણ ચકાસણી કરાઈ હતી. જેમાં પાવર, સ્ટીલ એન્ડ હેવી એન્જિનિયરિંગ, કેમિકલ, મેટલ એન્ડ ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય કેટેગરીઝ સામેલ કરવામાં આવી હતી. છેવટે આ કમ્પિટિશનના વિન‌ર્સ પસંદ કરાયા છે. એવો‌ર્ડ‌્સ સમારોહ ૪ માર્ચે હોટેલ ગેટ વે ખાતે યોજાશે. આ પ્રસંગે પિરામલ ગ્લાસ લિમિ.ના ર્કોપોરેટ એચ આર પ્રેસિડેન્ટ એસ.કે. રાયજાદા સહિ‌ત બીપીસી અને વિવિધ ર્કોપોરેટ્સના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો