તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કસ્ટોડિયલ ડેથ કેસમાં ૩ પોલીસ કર્મીની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કસ્ટોડિયલ ડેથ કેસમાં ૩ પોલીસ કર્મીની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .વડોદરા
પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવકના મોતની ચકચારી ઘટનામાં લોકરક્ષક દળના બે જવાન સહિ‌ત ૩ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરાતા પોલીસબેડામાં હડકંપ મચી ગયો હતો. પોલીસે ત્રણે પોલીસ કર્મચારીને કો‌ર્ટમાં રજૂ કરતાં ૭ હજારના શરતી જામીન પર છૂટકારો થયો હતો.
બનાવ અંગેની ીવગતો અનુસાર પાણીગેટ પોલીસે ગત ૨૪મી જાન્યુઆરીએ ૩૨ વર્ષીય સાજીદ ઇકબાલહુસેન શેખની જુગારના કેસમાં ધરપકડ કર્યા બાદ લોકઅપમાં તબીયત લથડી હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસ લોકઅપમાં યુવકના મોતની ઘટનાના પગલે સ્થાનિક રીહશોના ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી પથ્થરમારો
કર્યો હતો.
ઘટનાના ૧૦ દિવસ બાદ પાણીગેટ કાગડા ચાલમાં રહેતા મોહંમદમીયાં ઉસ્માનમીયા શેખે પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઇ સહિ‌ત ૪ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઇ તથા બીજા બે થી ત્રણ સાદા ડ્રેસવાળા પોલીસકર્મચારીઓએ ગડદાપાટુનો માર તેમજ લાકડીથી ફટકારતાં સાજીદનું મોત નિપજ્યું હતું. એક પોલીસ કર્મીએ તેમને પણ માર મારી જુગાર અંગે બીજાના નામ આપવા તેમજ જુગારનો અડ્ડો ચલાવતા હોવાની કબૂલાત કરવાનું દબાણ કર્યું હતું.
ફરિયાદના પગલે એ ડિવિઝન એસીપી જે.એન. ચાવડાએ તપાસ હાથ ધર્યા બાદ ડભોઇ-વારસિયા રીગ રોડના જલારામનગર ખાતે રહેતા પોલીસ કોન્સ્ટેબલ દિનેશ મણીલાલ ઠાકોર, મહિ‌સાગર જિલ્લાના તલવાડા ગામના લોકરક્ષક દળના જવાન જશવંત કાળુભાઇ ખાંટ અને સાવલી મણીનગરના કિંજલ કુમાર કાંતિલાલ વસાવાની મંગળવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્રણે પોલીસ જવાનોને કો‌ર્ટમાં રજૂ કરતાં તમામનો ~૭ હજારના શરતી જામીન પર છૂટકારો થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો